રાજીવ ગાંધીને PM બનાવવામાં ચાણક્ય હતા શીલા દીક્ષિત, આવી હતી રણનીતિ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતનું શનિવારે બપોરે લાંબી બિમારી બાદન નિધન થઇ ગયું. શીલા દીક્ષિતનાં નિધનથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતનું શનિવારે બપોરે લાંબી બિમારી બાદન નિધન થઇ ગયું. શીલા દીક્ષિતનાં નિધનથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચુકેલા દીક્ષિત કોંગ્રેસ હાઇકમાન્ડની ખુબ જ નજીકના હતા. 31 માર્ચ, 1938 ના રોજ પંજાબના કપુરથલામાં જન્મેલા શીલા દીક્ષિતે 80ના દશકમાં પોતાનાં રાજનીતિક સફરની શરૂઆત કરી હતી. તેમણે પોતાનાં રાજનીતિક જીવનની શરૂઆત પોતાનાં સસુર ઉમા શંકર દીક્ષિતનાં સાનિધ્યમાં કરી.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું લાંબી માંદગી બાદ નિધન
ઉમાશંકર દીક્ષિતને મળ્યું વફાદારીનું ઇનામ
રાજનીતિક જુથોમાં શીલા દીક્ષિતની ગાંધી પરિવાર સાથેના સંબંધો કોઇથી છુપા ન હતા. તેમના સસરા ઉમાશંકર દીક્ષિત પણ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પૈકી એક હતા. 1969માં જ્યારે ઇંદિરા ગાંધીને કોંગ્રેસમાંથી કાઢવામાં આવ્યા તો તેમનો સાથ આપનારાઓમાં ઉમાશંકર દીક્ષિતનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઇંદિરા ગાંધી સત્તામાં પરત ફર્યા તો દીક્ષિતને તેમની વફાદારીનું પરિણામ મળ્યું અને તેઓ 1974માં દેશના ગૃહમંત્રી બન્યા. સંજય ગાંધી યુવા કાર્યકર્તાઓ પર જોર આપતા હતા. એવામાં તે સમયે શીલા દીક્ષિત એક સારો વિકલ્પ બન્યા.
દિલ્હીના પૂર્વ CMશીલા દીક્ષિતનું નિધન, PM થી માંડી પૂર્વ PMએ વ્યક્ત કર્યું દુખ
કન્નોજથી લોકસભા પહોંચ્યા
80ના દશકમાં એક રેલ યાત્રા દરમિયાન શીલા દીક્ષિતનાં પતિનુ મોત નિપજ્યું. ત્યાર બાદ તેમણે પોતાનાં પરિવારના રાજનીતિક વારસાની જવાબદારી સંભાળી. 1984માં લોકસભા ચૂંટણીમાં દીક્ષિત બ્રાહ્મણ બહુમતીવાળી કન્નોજ સીટથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા. ગાંધી પરિવાર સાથેતેમના કેટલા સારા સંબંધો હતા તેનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય કે જ્યારે ઇંદિરા ગાંધીની હત્યાના સમાચાર સાંભળી રાજીવ ગાંધી કોલકાતાથી દિલ્હી જઇ રહ્યા હતા તે સમયે તેમની સાથે તે વિમાનમાં પ્રણવ મુખર્જી ઉપરાંત શીલા દીક્ષિત પણ હતા. શીલાએ જ રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવાની રણનીતિ તૈયાર કરી હતી.
પંજાબની પુત્રીથી યુપીના વહુ બનવા સુધી આવું રહ્યું શીલા દીક્ષિતનું જીવન...
રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા બાદ શીલા દીક્ષિત રાજ્યમંત્રી બન્યા. 1991માં સસરા ઉમાશંકર દીક્ષિતના દેહાંત થયા બાદ શીલા દિલ્હીમાં જ વસી ગયા. 1998માં શીલા દીક્ષિતના પૂર્વી દિલ્હીથી ચૂંટણી લડ્યા અને તેઓ ગોલા માર્કેટથી તેમને જીત ન મળી. લોકસભા હાર્યા બાદ તેમણે વિધાનસભા લડ્યા અને ચૂંટાયા. ત્યાર બાદ તેઓ સતત ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા.
શનિવારે જ આટલી મોટી બેક બંધ થવાની જાહેરાત, રવિવારે આ રીતે ઉપાડી શકો છો પૈસા
લગ્ન પહેલા શીલા કપૂરનાં નામથી ઓળખીતા શીલા દીક્ષિતના વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને સ્વતંત્ર સેનાની ઉમાશંકર દીક્ષિતના પુત્ર વિનોદ કુમાર દીક્ષિત આઇએએસ અધિકારી હતા. બંન્નેને મિરાંડા હાઉસમાં ભણવા દરમિયાન બંન્નેને પ્રેમ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે