નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં (Varanasi) છે. પ્રિયંકા ગાંધીએ ત્યાં કિસાન ન્યાસ રેલી (Kisan Nyay Rally) ને સંબોધિત કરતા કેન્દ્ર અને પ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. આ દરમિયાન લખીમપુર ખીરીમાં થયેલી હિંસાને લઈને તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે કર્યું કિસાનોનું અપમાનઃ પ્રિયંકા
કિસાન ન્યાય રેલીને સંબોધિત કરતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કિસાનોને કહ્યું કે, તમારી ખેતી ધીમે-ધીમે છીનવવામાં આવી રહી છે. કિસાનોની ખેતી અબજોપતિઓના કબજામાં જઈ રહી છે. તેથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ બાદ પ્રિયંકા ગાંધીએ માઇક સંભાળતા સૌથી પહેલા દેવી દુર્ગાનું આહ્વાન કર્યું. જિલ્લાના રોહનિયા સ્થિત જગતપુર ઇન્ટર કોલેજના મેદાનમાં પહોંચી લોકોને સંબોધિત કરવા દરમિયાન મંચ પરથી મંત્રોનું ઉચ્ચારણ કરતા જયકારના નારા લગાવ્યા હતા. ગાંધીએ કહ્યું કે, ભાજપ કિસાનોનું અપમાન કરી રહી છે. 


લખીમપુર મામલામાં સરકારને ઘેરી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકાર લખીમપુર ખીરીના દોષીતોને બચાવી રહી છે. તેમણે કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ પોતાની ગાડીથી કિસાનોને કચડી દીધા અને બધા 6 પરિવાર વળતર અને ન્યાયની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ સરકાર ન્યાય અપાવશે નહીં. મુખ્યમંત્રી બચાવ કરી રહ્યાં છે. પીએમ લખનઉ આવ્યા પરંતુ લખીમપુર ખીરી ગયા નહીં. આઝાદી કોણે આપી જેનો મહત્સવ મનાવવામાં આવી રહ્યો છે, આ આઝાદી કિસાનોએ આપી છે. તેથી જ્યાં સુધી રાજીનામું નહીં ત્યાં સુધી લડાઈ ચાલું રહેશે. 


આ પણ વાંચોઃ શું દેશમાં ખરેખર વીજળી સંકટ છે? ઉર્જા મંત્રી આરકે સિંહે આપ્યો મહત્વનો જવાબ  


કોંગ્રેસ નેતાઓએ ભરી હુંકાર
કિસાન ન્યાય રેલીના મંચથી કોંગ્રેસ નેતાઓએ યોગી સરકાર વિરુદ્ધ હુંકાર ભરીય પ્રિયંકા ગાંધીના ભાષણ પહેલા પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, ધારાસભ્ય આરાધના મિશ્રા, પૂર્વ સાંસદ રાજેશ મિશ્રા, પૂર્વ ધારાસભ્ય અજય રાય સહિત અન્ય નેતાઓએ ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો. 


બાબા વિશ્વનાથના દર્શન
પ્રિયંકા ગાંધીએ રેલી પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેણે મા દુર્ગાના મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. જ્યાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં હતા. મહત્વનું છે કે લખીમપુર ખીરીની ઘટના બાદ પ્રિયંકા ગાંધી પીડિત પવિવારને મળવા માટે પણ પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube