નનકાના સાહિબ પર હુમલાનો ભારતમાં ઉગ્ર વિરોધ, 4 સભ્યોને પાક મોકલશે SGPC
નનકાના સાહિબ ગુરૂવારા પર શુક્રવારે ટોળાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ શીખ શ્રદ્ધાળુઓ ગુરૂદ્વારાની અંદર ફસાય ગયા હતા. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિઓમાં જોવા મળી રહ્યું છે કે ટોળાએ અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ સાંપ્રદાયિક અને કટ્ટરતાના નારા લગાવ્યા તથા ધર્મસ્થળ પર પથ્થરમારો કર્યો હતો.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ગુરૂ નાનક જન્મસ્થળ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલા હુમલા બાદ ભારતમાં તેનો આક્રમક રીતે વિરોધ થઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, અકાલી દળે શનિવારે પાકિસ્તાન હાઈ કમિશનની સામે પ્રદર્શન કર્યું તો દેશના અલગ-અલગ ભાગમાં શીખ સમુદાયના લોકોએ રસ્તા પર ઉતરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે શીખ ગુરૂવારા મેનેજમેન્ટ કમિટીએ 4 સભ્યોના પ્રતિનિધિમંડળને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય કર્યો છે.
નનકાના સાહિબ ગુરૂવારા પર શુક્રવારે ટોળાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ શીખ શ્રદ્ધાળુઓ ગુરૂદ્વારાની અંદર ફસાય ગયા હતા. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિઓમાં જોવા મળી રહ્યું છે કે ટોળાએ અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ સાંપ્રદાયિક અને કટ્ટરતાના નારા લગાવ્યા તથા ધર્મસ્થળ પર પથ્થરમારો કર્યો હતો. પાકિસ્તાનના સૂત્રોનું કહેવું છે કે ટોળાનું નેતૃત્વ મોહમ્મદ હસનના પરિવારે કર્યું હતું, જેણે એક શીખ યુવતી જગજીતનું અપહરણ અને ધર્મ પરિવર્તન કર્યું હતું.
દિલ્હી શીખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ સમિતિ અને શિરોમણી અકાલી દળના સભ્યોએ પાકિસ્તાન એમ્બેસી પાસે પ્રદર્શન કર્યું હતું. ડીએસએમજી અને અકાળી દળના સભ્યોએ બપોરે 1 કલાકે ચાણક્યપુરી સ્થિત પાક એમ્બેસીની પાસે પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા.
ભાજપ કોંગ્રેસનું પ્રદર્શન
આ વિરોધ પ્રદર્શનમાં શીખ સમુદાયના લોકોની સાથે મુસ્લિમ સમુદાયના લોકો પણ સામેલ થયા હતા. મહત્વનું છે કે પાકિસ્તાન હાઈ કમિશનની બહાર એક તરફ ભાજપ તો બીજીતરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં લાગેલા બેરીકોડને તોડી દીધા હતા. ડોગરા ફ્રન્ટના સભ્યોએ પણ નનકાના સાહિબ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, શીખ યુથ સેવા ફ્રન્ટે પણ તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
PAK હાઈ કમિશન બહાર યુથ કોંગ્રેસ અને ભાજપનું પ્રદર્શન, નનકાના સાહિબ હુમલાનો કર્યો વિરોધ
4 સભ્યોને પાકિસ્તાન મોકલશે SGPC
શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટી (SGPC)એ 4 સભ્યોના પ્રતિનિધિમંડળને સ્થિતિનો તાગ મેળવવા માટે પાકિસ્તાન મોકલવાનો નિર્ણય કર્યો છે. ગુરૂદ્વારા જન્મસ્થાન પર ભીડના હુમલાની નિંદા કરતા SGPC ચીફ ગોબિંદ સિંહ લોંગોવાલે પાકિસ્તાનને દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. લોંગોવાલે કહ્યું, અમે ગુરૂદ્વારા નનકાના સાહિબ પર હુમલાની નિંદા કરીએ છીએ અને પાકિસ્તાન સરકારને દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ. ત્યાં રહેતા શીખોની સુરક્ષાની જવાબદારી પણ નક્કી થવી જોઈએ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube