નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  ના વિરોધમાં દેશમાં અલગ અલગ ભાગોમાં વ્યાપક પ્રદર્શન થઈ રહ્યા છે. ડાબેરીઓએ આજે ભારત બંધનું આહ્વાન કરેલુ છે. જ્યારે કોંગ્રેસ (Congress) સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ તેનું સમર્થન કર્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસને ઘેરવા માટે ભાજપે પૂર્વ પીએમ મનમોહન સિંહ (Manmohan Singh) નો 2003 રાજ્યસભામાં આપેલા એક નિવેદનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મનમોહન સિંહ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર હિંસાનો ભોગ બનેલા શરણાર્થીઓ માટે સરકારને સહાનુભૂતિવાળો વર્તાવ રાખવાનું સૂચવી રહ્યા છે. 


મનમોહન સિંહ (Manmohan Singh)  સદનમાં વિપક્ષના નેતા હતાં. સદનમાં હાજર નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને સંબોધન કરતા સિંહ કહે છે કે હું શરણાર્થીઓના સંકટને તમારી સામે રાખવા માંગુ છું. ભાગલા બાદ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર નાગરિકોની સતામણી થઈ. જો આ પીડિત લોકો આપણા દેશમાં શરણ માટે પહોંચે તો તેમને શરણ આપવી એ આપણી નૈતિક જવાબદારી છે. આ લોકોને શરણ આપવા માટે આપણો વ્યવહાર ઉદારપૂર્ણ હોવો જોઈએ. હું ગંભીરતાથી નાગરિકતા સંશોધન બિલ તરફ ડેપ્યુટી પીએમનું ધ્યાન ખેંચવા માંગુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી દળોના ભારત બંધના જવાબમાં ભાજપની વીડિયો ગેમ
કોંગ્રેસ ધાર્મિક આધાર પર શરણાર્થીઓને નાગરિકતા આપવા બદલ કેન્દ્ર સરકારને કોસી રહી છે. અન્ય વિપક્ષી દળો પણ નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. આવા સમયે પૂર્વ પીએમનું રાજ્યસભામાં આપેલું નિવેદન ભાજપે રજુ કરીને કોંગ્રેસ માટે વિકટ સ્થિતિ ઊભી કરી છે. હવે મનમોહન સિંહના આ નિવેદન પર રાજકીય ઘમાસાણ થવું નક્કી છે. ભાજપે આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટર પર પિન કરીને રાખ્યો છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....