close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

congress

રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયા: ઓવૈસી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે મુસ્લિમ સમાજને અનામત આપવાની માગણી કરી. થાણે જિલ્લાના ભિવંડીમાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવા માટે પહોંચેલા ઓવૈસીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસ નામના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયાં. 

Oct 15, 2019, 09:10 AM IST

અમદાવાદ: કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમર પર જ તેની પુત્રીએ કરી મારામારીની ફરિયાદ

અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કિશનસિંહ તોમર અને તેમના પુત્રે મારામારી કરી હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અગાઉ પણ બોગસ ડિગ્રીના આધારે માધુરી તોમેરે સરકારી નોકરી મેળવ્યાનો આરોપ ખુદ તેમના પિતા કિશનસિંહ તોમરે લગાવ્યો હતો. જ્યારે માધુરી તોમરે તેના પિતા સામે જ ખોટા ડિગ્રી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. શાહીબાગ પોલીસે કિશનસિહ સહિત ત્રણની ધરપકડ કરી છે. 

Oct 14, 2019, 07:49 PM IST

પેટા ચૂંટણી માટે કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર, બાયડમાં 108 ઠાકોરો કોંગ્રેસમાં જોડાયા

વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પણ આ વખત એડીચોટીનું જોર લગાવ્યું છે. અને કોઈ પણ સંજોગોમાં આ બેઠક જીતવા માટે કોંગ્રેસે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે. ત્યારે આજે સવારે ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડતા કોંગ્રેસે પણ વળતો જવાબ આપતા ઠાકોરસેના ગઢમાં ગાબડું પડ્યું હતું.
 

Oct 14, 2019, 06:47 PM IST

બલ્લભગઢ રેલીઃ દરેક સુધારા સામે કોંગ્રેસ જેવા પક્ષો દિવાલ બનીને ઊભા રહે છે- પીએમ મોદી

પીએમની સભાનું આયોજન ફરીદાબાદના સેક્ટર-61ના મેદાનમાં કરાયું હતું. આ રેલી ફરીદાબાદ સહિત પલવલ, ગુરૂગ્રામ અને મેવાદ જિલ્લાઓ અંતર્ગત આવતી 16 વિધાનસભા સીટ માટે આયોજિત કરાઈ હતી. 
 

Oct 14, 2019, 05:56 PM IST

રાજકોટ: રોગચાળા અંગે કોંગ્રેસનો હોબાળો, વશરામ સાગઠીયાની કરાઇ અટકાયત

રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે ડેંગ્યુ સહિતના રોગોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ડેન્ગ્યુના સકંજામા સપડાયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે બેનરો બતાવી વિરોધ પ્રદર્શીત કરવામા આવ્યો હતો. તો સાથે જ આરોગય અધિકારી અને મ્યુનિસિપલ કમિશ્નર ઉતિદ અગ્રવાલ વિરુધ્ધ પણ નારાબાજી કરવામા આવી હતી. 

Oct 14, 2019, 05:43 PM IST
Protest of congress at Rajkot PT3M14S

રાજકોટમાં વધતા રોગચાળા સામે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

રાજકોટમાં વધતા રોગચાળા સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશનમાં કમિશનર ઉદિત અગ્રવાલની ચેમ્બર બહાર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.

Oct 14, 2019, 05:30 PM IST

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કંકાસ પરાકાષ્ઠાએ, નિરૂપમની એક ટ્વીટથી 'રાજકીય ભૂકંપ'

કોંગ્રેસ જ્યાં મહારાષ્ટ્રમાં ફરીથી સત્તામાં આવવા માટે કોશિશ કરી રહી છે ત્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન આંતરિક કલેહ ખુલીને સામે આવ્યો છે.

Oct 14, 2019, 03:19 PM IST
Jitu Vaghani Says Congress Party Spreading Lies PT2M37S

પેટા ચૂંટણીનો જંગ: કોંગ્રેસને જુઠ્ઠાણ ફેલાવતી પાર્ટી- જીતુ વાઘાણી

20 ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીના મામલે હાલમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર ફૂલ જોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સતલાસણામાં જિલ્લા પંચાયત બેઠકના સંમેલનમાં પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસને જુઠ્ઠાણ ફેલાવતી પાર્ટી કહી હતી. જ્યારે આ મામલે લુણાવાડાના કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાવા મામલે પુરાવા આપતા રાજકારણ ગરમાયુ હતું.

Oct 14, 2019, 09:10 AM IST

સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર એશિયન પાર્લામેન્ટ્રી એસેમ્બલીની બેઠકમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવા મુદ્દે પાકિસ્તાન પર ભડકી ગયા

Oct 13, 2019, 10:08 PM IST

ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી

મોદી સરકાર પર વ્યંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચંદ્ર પર રોકેટ મોકલવાથી મહારાષ્ટ્ર અને દેશના યુવાનોનાં પેટમાં ભોજન નહી જાય

Oct 13, 2019, 05:20 PM IST

PM મોદીનો વિરોધીઓને પડકાર, 'હિંમત હોય તો કલમ 370 પાછી લાવવાની વાત તમારા ઘોષણા પત્રમાં લાવો'

મહારાષ્ટ્રના જળગાંવમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાનું વચન આપે.

Oct 13, 2019, 01:46 PM IST

રાફેલ પૂજાના વિવાદ પર રાજનાથ સિંહનો વિરોધીઓને સવાલ, શું ભારતીય સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે?

રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રાફેલ પૂજા વિવાદ પર વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે શું ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું પાલન કરવું ગુનો છે.

Oct 13, 2019, 01:02 PM IST

ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? દારૂડિયાના ત્રાસ વિશે પોલીસવડાને અરજી લખો... શાળામાં આવા પ્રશ્નો પૂછાતા થયો વિવાદ

ગાંધીનગર (Gandhinagar) ની એક શાળામાં એક પરીક્ષામાં પૂછાયેલા ગાંધીજી (Gandhiji) ની આત્મહત્યા અને દારુબંધી (liquor ban) ના વિષયોને નિબંધને લઈને વિવાદ છંછેડાયો છે. સંવેદનશીલ એવા આ મુદ્દા પર ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લખવાનુ કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ શિક્ષણ વિભાગ આ પ્રકારના પૂછાયેલા પ્રશ્નોથી સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. આવા પ્રકારના પ્રશ્નોથી બાળકોના માનસ પર કેવી અસર થાય છે તે સૌથી મોટો મુદ્દો છે.

Oct 13, 2019, 08:24 AM IST

કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, દિગ્ગજ નેતાએ ઓપન લેટર લખી ઠાલવી હૈયાવરાળ

કોંગ્રેસ પાર્ટી હજુ સુધી 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારનું આત્મચિંતન કરી શકી નથી. કારણ કે તેમના પાર્ટી અધ્યક્ષ જ પદ છોડીને જતા રહ્યાં હતાં.

Oct 13, 2019, 07:13 AM IST
BJP aggressive campaign for Tharad by-election PT24M59S

નેતાજી મેદાનમાં: થરાદ પેટા ચૂંટણી માટે ભાજપનો આક્રમક પ્રચાર શરૂ

થરાદના ધારસભ્ય પરબત પટેલ 2019ની લોકસભાની ચૂંટણીમાં વિજય થઈ સાંસદ બનતા તેમને ધારસભ્ય પદેથી રાજીનામું આપી દેતા થરાદની બેઠક ખાલી થતાં તે બેઠક ઉપર 21 ઓક્ટોમ્બરે ચૂંટણી યોજાવવાની છે ત્યારે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ મંડાયો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જોરશોર થી પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે તો ભાજપે જીવરાજ પટેલને ટિકિટ આપી છે. ત્યારે થરાદના ભાજપના નેતા જીવરાજભાઈ પટેલ પોતાના વિસ્તારના મતદાતાઓ પાસે જઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે.

Oct 12, 2019, 11:20 PM IST
By-elections: Know what the voters vote on the Tharad seat PT4M34S

પેટા ચૂંટણી: થરાદ બેઠક પર જાણો શું છે ‘મતદારોનો મત’

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 21 ઓક્ટોમ્બરે યોજાવવાની છે અને તેનું પરિણામ 24 ઓક્ટોમ્બરે આવવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા થરાદ મત વિસ્તારમાં પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પ્રચારમાં લોકોને અનેક વાયદાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે થરાદના 2,09,183 મતદાતાઓનો મિજાજ શુ છે તેવો શુ ઈચ્છી રહ્યા છે તે જાણવા માટે અમે થરાદ મત વિસ્તારના મતદાતાઓ સાથે વાત કરવામાં આવી હતી.

Oct 12, 2019, 09:20 PM IST
Another major blow to the Congress is the Lunawada by-election PT1M49S

લુણાવાડાની પેટા ચૂંટણી ટાણે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો

લુણાવાડાની પેટા ચૂંટણી ટાણે કૉંગ્રેશને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસના વર્ષોથી રહેલા સક્રિય કાર્યકર એવા પીનકીન શુક્લ ભાજપમાં જોડાયા છે. પીનાકીન શુક્લએ જીતુ વાઘણીના હસ્તે કેસરિયો ધારણ હતો.

Oct 12, 2019, 07:40 PM IST
Netaji Medanma: Know all about Bayad Assembly By Election PT23M

નેતાજી મેદાનમાંઃ જુઓ બાયડ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેવારોનું પ્લાનિંગ

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. બાયડ બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલા મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી જશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આજે જાણીએ આ બંને ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં કેટલું જોર લગાવી રહ્યા છે.

Oct 11, 2019, 10:35 PM IST

CM ફડણવીસ દુર્ઘટનાથી માંડ માંડ બચ્યા, કિચડમાં ફસાયું હેલિકોપ્ટર

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં કર્જતની સભા ખતમ થયા બાદ તેઓ પેણમાં જનસભાને સંબોધિત કરવા માટે આવ્યા હતા

Oct 11, 2019, 10:33 PM IST
Rahul Gandhi Lunch At Agashiya PT15M6S

રાહુલ ગાંધી હોટલ અગાશિયામાં લેશે ભોજન

ગુજરાતના નેતાઓ સાથે બેઠક બાદ રાહુલ ગાંધી અમદાવાદની પ્રતિષ્ઠિત હેરિટેજ હોટલ અગાશિયામાં ભોજન લેશે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને હોટલની બહાર પોલીસનો મોટો કાફલો ખડકાયો હતો. રાજીવ સાતવ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, લાલજી દેસાઈ, હિમાંશુ વ્યાસ, લાખા ભરવાડ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરીયા, હિમતસિહ પટેલ, શૈલેષ પરમાર, હાર્દિક પટેલ વગેરેએ રાહુલ ગાંધી સાથે ભોજન લેશે.

Oct 11, 2019, 04:50 PM IST