નવી દિલ્હી: 5 રાફેલ વિમાનોએ જ્યારે ફ્રાન્સથી ભારત માટે ઉડાણ ભરી ત્યારે તે સમયે પેરિસમાં એર કોમોડોર હિલાલ અહેમદ રાઠેર (Air Commodore Hilal Ahmad Rather) પણ હાજર રહ્યાં હતાં. તેઓ હાલના સમયમાં ફ્રાન્સમાં ભારતના એર અટેચ છે. હિલાલ અહેમદ રાતોરાત કાશ્મીરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. હિલાલે રાફેલ ફાઈટર વિમાનોની પહેલી ખેપને વિદાય આપી. આ ઉપરાંત તેઓ ભારતીય જરૂરિયાતો પ્રમાણે રાફેલ વિમાનના સશસ્ત્રીકરણ સાથે પણ જોડાયેલા છે. રાફેલ વિમાનોની ડિલિવરીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતીય વાયુસેનાના આ અધિકારીના કરિયરના વિવરણ મુજબ તેઓ દુનિયામાં સર્વશ્રેષ્ઠ ફ્લાઈંગ અધિકારી છે. હિલાલ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રહીશ છે અને તેમણે જિલ્લાના બક્શિયાબાદ સ્થિત સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા હિલાલના પિતા દિવંગત મોહમ્મદ અબ્દુલ્લાહ રાઠેર જમ્મુ અને કાશ્મીરના પોલીસ વિભાગના પોલીસ ઉપાધીક્ષકના પદથી સેવાનિવૃત્ત થયા હતાં. હિલાલની 3 બહેનો છે અને તેઓ માતા પિતાના એક માત્ર પુત્ર છે. તેઓ વાયુસેનામાં 17 ડિસેમ્બર 1988ના રોજ એક ફાઈટર પાયલટ તરીકે સામેલ થયા હતાં. 


તેઓ 1993માં ફ્લાઈટ લેફ્ટેનન્ટ બની ગયા, 2004માં વિંગ કમાન્ડર, 2016માં ગ્રુપ કેપ્ટન અને 2019માં એર કોમોડેર બની ગયા. તેમણે ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજથી સ્નાતકનો અભ્યાસ કર્યો. તેમણે એર વાર કોલેજથી પણ ડિસ્ટિન્ક્શન સાથે ડિગ્રી મેળવી હતી. તેમણે એલડીએમાં સ્વોર્ડ ઓફ ઓનર જીતી. હિલાલને વાયુસેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ મળી ચૂક્યા છે. મિરાજ 2000, મિગ 21 અને કિરણ વિમાનો પર 3000 કલાક દુર્ઘટનામુક્ત ઉડાણોના નિષ્કલંક રેકોર્ક સાથે હિલાલનું નામ હવે ભારતમાં રાફેલ સાથે હંમેશા માટે જોડાઈ જશે. 


કાશ્મીરીઓ ખુશખુશાલ
હિલાલની રાફેલ સાથેની તસવીરો જોઈને કાશ્મીરીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે જે સોશિયલ મીડિયામાં પણ પ્રદર્શિત થાય છે. ટ્વિટર પરAnantnag ટ્રેન્ડિંગ છે. કાશ્મીરના લોકો એ વાત પર ગર્વ મહેસૂસ કરી રહ્યાં છે કે રાફેલમાં બેસનારા પહેલા વ્યક્તિ તેમના અનંતનાગના નિવાસી છે. કેટલાક લોકો તો હિલાલ દ્વારા પાકિસ્તાનને પણ ચીડાવી રહ્યાં છે. @Beingsajiddarr ના ટ્વિટર હેન્ડલે ઓક્ટોબર 2019નો એક વીડિયો શેર કર્યો જેમાં એર કોરોડોર હિલાલ અહેમદ રાઠેર રાફેલની શસ્ત્રપૂજા કરી કરવાની તૈયારીઓમાં લાગ્યા છે. ટ્વિટમાં કહ્યું કે પ્રિય પાકિસ્તન કૃપા કરીને આ વીડિયો જુઓ. એક કાશ્મીરી એર કોમોડોર હિલાલ અહેમદ રાઠેર રાજનાથ સિંહની હાજરીમાં આયોજિત સમારોહમાં એક શીખ ગ્રુપ કેપ્ટન આનંદ સાથે શસ્ત્રપૂજાની તૈયારી કરી રહ્યાં છે. હવે ખાલિસ્તાન અને કાશ્મીર પર રોતા રહો.