નવી દિલ્હીઃ દેશ કોરોનાના ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. સંકટના આ સમયમાં પીએમ નરેન્દ્ર મોદીની અપીલ પર એકતાનો સંદેશ આપવા માટે આજ રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે દેશવાસી પોતાના ઘરની લાઇટ બંધ રાખશે. આ દરમિયાન લોકો દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલું કરીને એકતાનું પ્રદર્શન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કરી હતી એકતાનો સંદેશ આપવાની અપીલ
હકીકતમાં, પીએમ મોદીએ રાષ્ટ્રના નામે જારી એક વીડિયો સંદેશના માધ્યમથી દેશના લોકોને 5 એપ્રિલ, રવિવારે રાત્રે 9 કલાકે ઘરોની તમામ લાઇટો બંધ કરીને 9 મિનિટ માટે મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટને ચાલું કરવાનો આગ્રહ કર્યો હતો. 3 એપ્રિલે જારી વીડિયો સંદેશમાં પીએમે કહ્યું હતું કે, રવિવાર 5 એપ્રિલે કોરોના સંકટને પડકાર આપવો છે. તેને પ્રકાશની શક્તિનો પરિચય કરાવવો છે. આ 5 એપ્રિલે 130 કરોડ દેશવાસિઓની મહાશક્તિને જાગૃત કરાવવી છે. 5 એપ્રિલ, રવિવાર રાત્રે 9 કલાકે તમારા બધા પાસે 9 મિનિટ ઇચ્છુ છું. તમે રાત્રે 9 કલાકે તમામ લાઇટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલકનીમાં મીણબત્તી, દિવો, ટોર્ચ કે ફ્લેશલાઇટ ચાલું કરો. 


એક જગ્યાએ ભેગા ન થાય લોકો
પીએમે લોકોને આ 9 મિનિટના આયોજન સમયે એક જગ્યાએ ભેગા ન થવાનો આગ્રહ કર્યો હતો. હકીકતમાં, 22 માર્ચે જનતા કર્ફ્યૂ દરમિયા સાંજે પાંચ કલાકે, તાળી, થાળી, ઘંટી વગેરે વગાડીને કોરોનાવિરોનો આભાર વ્યક્ત કરવા ઘણા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. દેશના કેટલાક વિસ્તારોમાંથી એવી તસવીર આવી જેમાં લોકોના ટોળા ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પીએમે આ ઘટનાને જોતા ભેગા ન થવાની સલાહ આપી છે. 


કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા નેતાઓએ આ રીતે એક સાથે લાઇટો બંધ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, બીકે હરિપ્રસાદ, એઆીએમઆઈના ચીફ અસદુદ્દીન ઓવૈસી વગેરે સામેલ છે. રાહુલ ગાંધીએ 9 મિનિટ માટે લાઇટ બંધ કરવા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું, ભારતમાં લોકોનો પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યો નથી. લોકોને તાળી વગાડવા અને ટોર્ચ ચાલુ કરવા માટે મજબૂર કરવાથી સમસ્યાનું સમાધાન થશે નહીં. તો એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પીએમની અપીલને નાટક ગણાવ્યું હતું. 


બ્લેકઆઉટની આશંકાને ઉર્જા મંત્રાલયે નકારી
વડાપ્રધાનનની આ અપીલ બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે એક સાથે લાઇટો બંધ થવા અને 9 મિનિટ બાદ ફરીથી ચાલૂ કરવાથી વિજળી ગ્રિડ ક્રેશ થઈ શકે છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે આવી આશંકાને નકારી દીધી છે. મંત્રાલયે ગ્રિડ ફેલ થવાની આશંકાને નકારતા કહ્યું કે, તે સમયે સ્ટ્રીટ લાઇટથી લઈને રેફ્રિઝરેટર, પંખા જેવા ઘરેલૂ ઉપકરણો બંધ થશે નહીં. માત્ર ઘરોની લાઇટ બંધ થશે, જેનાથી વધુ ફેર પડશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર