શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાનાં અવંતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ગુરૂવારે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવતા હૂમલો કર્યો જેમાં 44 જવાન શહીદ થઇ ગયા છે. તબાહીનું એક ખોફનાક દ્રશ્યો જોઇને સ્થાનિક રહેવાસીઓનું લોહી પણ થંભી ગયું હતું. આ આતંકવાદી ઘટના અહીંથી 20 કિલોમીટર દુર થઇ. આ ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલા વિસ્ફોટક એટલા શક્તિશાળી હતા કે તેના અવાજ 10-12 કિલોમીટર દુર એટલે સુધી કે પુલવામાંથી જોડાયેલા શ્રીનગરનાં કેટલાક વિસ્તારો સુધી સાંભળવા મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવંતીપુરા એટેક: રાજનાથ કાલે જમ્મુ-કાશ્મીર જશે, જેટલીએ કહ્યું સહ્ય નહી


અવંતીપોરા એટેક: મોહભાગવતે કહ્યું સરકાર પાસે આકરા પગલાની આશા


દેશના લોકોને મારૂ વચન છે, જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: PMની કેબિનેટ બેઠક

પાકિસ્તાન ખાતેના આતંકવાદી સમુહ જૈશ એ મોહમ્મદએ આ નૃશંક આતંકવાદી હૂમલાની જવાબદારી સ્વિકારી છે અને આત્મઘાતી હૂમલાનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. આ હૂમલા અગાઉ શૂટ કરવામાં આવ્યો હતો. હૂમલાની ઓળખ કમાન્ડર આદિલ અહેમદ દાર સ્વરૂપે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં 2500થી વધારે કર્મચારીઓ 78 વાહનોનાં કાફલામાં જઇ રહ્યા હતા.