Jammu Kashmir News: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શ્રીનગર અને પુલવામામાં માર્યા ગયા બે આતંકી
Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી. જ્યાં સુરક્ષાદળોએ બે અલગ-અલગ અથડામણમાં બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
શ્રીનગરઃ Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ બે અલગ-અલગ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. શ્રીનગરમાં બાલમાં એક વ્યક્તિની હત્યામાં સંડોવાયેલા આતંકવાદીને સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં એક અથડામણમાં ઢેર કરી દીધો છે. પોલીસે જણાવ્યું કે સુરક્ષાદળોને પુલવામાના વાહીબુગ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી હતી. પોલીસે જણાવ્યું કે સર્ચ દરમિયાન અથડામણ થઈ, જેમાં એક આતંકવાદી મોર્યો ગયો છે.
તેના થોડા સમય બાદ શ્રીનગરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેજિસ્ટેન્સ ફોર્સ (ટીઆરએફ)ના આતંકવાદી તંઝિલ અહમદ નામને ઠાર કર્યો છે. કાશ્મીરના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે જણાવ્યુ કે શ્રીનગરના બેમીનામાં સુરક્ષાદળોએ પીએસઆઈ અર્શિદના હત્યારાને મોતને ઘાટ ઉતારી દીધો છે.
આ પણ વાંચો- સિંધુ બોર્ડર મામલામાં નિહંગે હત્યાની જવાબદારી લેતા કર્યું સરેન્ડર
મહત્વનું છે કે હાલના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આજે રક્ષા જનસંપર્ક અધિકારી (PRO) એ કહ્યું- મેંઢર ઉપ ક્ષેત્રના નર ખાસ જંગલના સામાન્ય ક્ષેત્રમાં ચાલી રહેલા આતંકવાદી વિરોધી અભિયાનમાં ગુરૂવારની સાંજે સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી થઈ.
તેમણે કહ્યું કે ગોળીબારી દરમિયાન સેનાના બે જવાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા અને બાદમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. આ પહેલા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (ડીકેજી) માં 12 ઓક્ટોબરે થયેલી અથડામણમાં એક જેસીઓ સહિત પાંચ સૈન્યકર્મી શહીદ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube