પુલવામા: સુરક્ષાબળોને કાશ્મીરમાં મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલાં સુરક્ષાબળોએ IED દ્વારા કરવામાં આવી રહેલા એક કાર બ્લાસ્ટને નિષ્ફળ બનાવ્યો હતો, એન્કાઉન્ટરમાં તેનો માસ્ટરમાઇન્ડ વલીદ ભાઇ મોતને ભેટ્યો છે. આતંકવાદી વલીદ ભાઇ પાકિસ્તાનનો રહેવાસી હતો. સાઉથ કાશ્મીરમાં પુલવામા (Pulwama) જિલ્લામાં કંગન વાનપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ જૈશ એ મોહમંદ (Jaish e Mohammad)ના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: પુલવામામાં જૈશના 3 આતંકવાદી ઠાર માર્યા, મધરાતથી ચાલી રહ્યું હતું ઓપરેશન

મોતને ભેટેલા આતંકવાદીઓમાં વલીદ ભાઇ પણ સામેલ છે.  મધરાતથી સુરક્ષાબળો અને આતંકવદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. સીઆરપીએફ અને 55 રાષ્ટ્રીય રાયફલની સંયુક્ત ટીમ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશનને અંજામ આપ્યું હતું.  


તમને જણાવી દઇએ કે ગત 24 કલાકમાં જૈશ એ મોહંમદના 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. મંગળવારે પુલવામામાં જ સેનાએ જૈશના 2 આતંકવાદીને ઠાર માર્યા હત. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પુલવામામાં સેનાના આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. સીઆરપીએએફ અને રાષ્ટ્રીય રાયફલની જોઇન્ટ ટીમ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું. 


તેમણે એ પણ જણાવ્યું હતું કે ગુપ્ત સૂચનાના આધારે જ્યારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, તમમા આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કરી દીધું. ત્યારબાદ બીજી તરફ પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું. 


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુલવામામાં સેનાએ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું છે. સીઆરપીએફ અને રાષ્ટ્રીય રાયફલની જોઇન્ટ ટીમ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube