પુણેની ફાર્મા કંપનીનો દાવો- 2200માંથી 3 દવાઓ કોરોનાની સારવારમાં ઉપયોગી
આ ત્રણ દવાઓને શોધવાનું કામ નોવલિડ ફાર્માના વૈજ્ઞાનિકોએ કર્યું છે. નોવલિડ ફ્રાર્માના મુખ્ય વૈજ્ઞાનિક સુપ્રીત દેશપાંડેએ કહ્યુ કે, તેની કંપની 2008થી ગંભીર બીમારીઓ પર દવાઓ શોધવાનું કામ કરતી આવી છે.
નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધ વિશ્વ હાલ યુદ્ધ લડી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કોરોનાને હરાવવામાં કોઈપણ દેશને સફળતા મળી નથી. કોરોના વાયરસ સતત ફેલાતો જાય છે અને લોકોને મોતની નિંદરમાં સુવડાવી રહ્યો છે. તેવામાં તમામ લોકો આશા રાખીને બેઠા છે કે ક્યાંયથી સંજીવની બૂટી મળી જાય, જેથી કોરોનાના સંક્રમણને રોકી શકાય.
હજુ કોરોના વાયરસ માટે વેક્સીન બનાવવામાં સમય લાગશે. કોરોના વાયરસ પર કોઈ દવા ખાસ અસર કરી રહી નથી. જેથી સાવધાની અને રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ત્યારે આશાનું કિરણ દેખાયુ, જ્યારે પુણેની એક ફાર્મા રિસર્ચ કંપનીએ દાવો કર્યો કે, તેણે 2200 પ્રકારની દવામાંથી 42 દવાઓ શોધી અને પછી આ 42 દવામાંથી એવી ત્રણ દવાઓ શોધી છે, જેનાથી કોરોના વાયરસની સારવાર થઈ શકે છે. પરંતુ આ ત્રણ દવાઓમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન સામેલ નથી. નોવલિડ ફાર્મા કંપનીએ દાવો કર્યો કે, વિશ્વમાં કોરોનાની દવા પહેલાથી હાજર છે, પરંતુ કઈ દવા છે તેની માહિતી કોઈ પાસે નથી.
હવે આ ત્રણ દવાઓને શોધવાનું કામ નોવલિડ ફાર્માના વૈજ્ઞાનિકોએ કર્યું છે. નોવલિડ ફ્રાર્માના મુખ્ય વૈજ્ઞાનિક સુપ્રીત દેશપાંડેએ કહ્યુ કે, તેની કંપની 2008થી ગંભીર બીમારીઓ પર દવાઓ શોધવાનું કામ કરતી આવી છે.
તેમણે કહ્યુ કે, અમારૂ કામ તે જાણકારી મેળવવાનું હતું કે પહેલાથી માન્યતા પ્રાપ્ત કઈ દવાઓ કઈ બીમારીની સારવાર માટે ઉપયોગી છે. તેની કંપની 25 માર્ચથી કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી દવાઓ શોધવામાં લાગી છે. આ દરમિયાન તે જાણવા મળ્યુ કે, 2200 દવાઓ એવી છે, જે કોઈને કોઈ પ્રકારે કોરોના જેવા વાયરસનો ખાતમો કરવા માટે ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ 2200માંથી સૌથી મહત્વની દવા કઈ છે તેની જાણકારી મેળવવી ખુબ મુશ્કેલ હતી.
કોવિડ 19: દેશમાં સંક્રમિતોની સંખ્યા 90,000ને પાર, પ્રવાસી મજૂરોની સાથે ગામડાઓ સુધી પહોંચ્યો કોરોના
તે માટે નોવલિડ ફાર્મા કંપનીના 20 વૈજ્ઞાનિકોએ દિવસ-રાત કામ કર્યુ છે. ત્યારબાદ એવી દવાઓ મળી, જે કોરોનાની સારવારમાં સૌથી વધુ ઉપયોગી છે. હવે તેની હ્યૂમન ટ્રાયલ થવાની છે. તે માટે કંપનીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી માગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર