Pune Online Fraud: યુઝર્સની સંખ્યા સોશિયલ મીડિયા પર વધવાની સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. સ્કેમર્સ હવે લોકોને નવી રીતે તેમની ચુંગાલમાં ફસાવવા માટે સક્રિય થયા છે.. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રના પુણેથી સામે આવ્યો છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાના લોભમાં 43 વર્ષના એક વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ વ્યક્તિ પુણેના હિંજેવાડી વિસ્તારનો રહેવાસી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકે 14 થી 15 જાન્યુઆરીની વચ્ચે 12.24 લાખ રૂપિયા ગુમાવ્યા. આ વ્યક્તિએ વીડિયોને લાઈક કરીને પૈસા કમાવવાની લાલચ રાખી..પરંતુ છેતરપિંડી કરનારા લોકોએ પૈસા રોકીને વધુ કમાણીનું સપનું બતાવી છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો હતો.


પોલીસનું કહેવું છે કે યુવક હિંજેવાડી વિસ્તારની રહેવાસી છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. છેતરપિંડીનો ભોગ બનનારનું કહેવું છે કે શનિવારે સાંજે તેના ફોન પર એક મેસેજ થકી લિંક આવી. જેમાં તેને કહેવામાં આવ્યું છે કે તેણે લિંકમાં વિડિયો ક્લિપ પર ક્લિક કરવાનું છે અને તેને દરેક લાઈક માટે 50 રૂપિયા મળશે. સાથે બેંક ખાતાની વિગતો શેર કરવા પણ કહેવામાં આવ્યું હતું જેથી કરીને પૈસા ટ્રાન્સફર કરી શકાય.


આ પણ વાંચો: સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો
આ પણ વાંચો: Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો
આ પણ વાંચો: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર


પોલીસે જણાવ્યું કે પીડિતે લિંક પર ક્લિક કર્યું અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ તેને 3 વીડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. પીડિતે પોલીસને જણાવ્યું કે વીડિયો લાઈક કર્યા પછી સ્કેમર્સે તેના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા. જો કે ત્યારબાદ તેને એક રોકાણ યોજના વિશે જણાવવામાં આવ્યું. એટલું જ નહીં સ્કેમર્સે  તેને બોનસ આપીને તેની સાથે છેતરપિંડી પણ કરી હતી.

પોલીસનું કહેવું છે કે સૌ પ્રથમ પીડિતે 1000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેના બદલામાં તેને 9 હજાર રૂપિયા મળ્યા હતા. પછી તેણે વિચાર્યું કે જો તે વધુ રોકાણ કરશે તો તે વધુ કમાણી કરશે. ત્યારબાદ તેના બેંક ખાતામાંથી 12.24 લાખ રૂપિયા તેને ટ્રાન્સફર કર્યા. બીજા દિવસે તેને કોઈ બોનસ ન મળ્યું..સ્કેમર્સે અગાઉની તમામ લિંક્સ પણ કાઢી નાખી હતી. જ્યારે તેને છેતરપિંડીનો અહેસાસ થયો ત્યારે તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે. વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: 
WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube