પૂણે: NIA એ પૂણેથી ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (ISKP)ના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓના નામ નબીલ ખત્રી અને સાદિયા શેખ છે. નબીલ ખત્રી પૂણેમાં જિમ ચલાવે છે અને સાદિયા શેખ બારામતીમાં સેકન્ડ ઇયરની જર્નલિઝમની વિદ્યાર્થી છે. સાદિયા શેખ તે વિદ્યાર્થી છે જેથી 2018માં જમ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદી હુમલો કરવાના કાવતરામાં ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આતંકવાદી મોડ્યૂલનો ખુલાસો દિલ્હી પોલીસે માર્ચ 2020માં કર્યો હતો, જ્યારે દિલ્હીના જામિયા નગર વિસ્તારથી કાશ્મીરી પતિ-પત્ની જહાંનજીબ સામી વાણી અને હિના બશીર બેગની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી અને દેશના બીજા ભાગમાં ચાલે રહેલા CAA ના વિરોધ પ્રદર્શનને લઇને બંને દિલ્હીમાં આતંકવદી હુમલો કરવની યોજના બનાવે રહી છે. 


આ બંને તિહાડ જેલમાં પહેલાં જ NIA ના કેસમાં બંધ આતંકવાદી અબ્દુલા બાસિતના સંપર્કમાં હતા. અબ્દુલા બાસિતને NIA ને ISISના આબૂ ધાબી મોડ્યૂલમાં ધરપકડ કરી હતી.   


તપાસમાં જાણવા મળ્યું છે કે સાદિયા શેખ જહાંનસીબ, હિના બશીર અને જેલમાં બંધ અબ્દુલા બાસિતના સંપર્કમાં હતી. આ તમામ આતંકવાદી પરસ્પર સિક્યોરિટી મેસેજિંગ એપ્લિકેશન દ્વારા વાત કરતાં હતા અને દેશમાં ISIS માટે આતંકવાદીઓની ભરતી કરવી અને ઘટના અંગે યોજના બનાવી હતી. 


આ સાથે જ પૂણેથી ધરપકડ કરવામાં આવેલા નબીલ ખત્રી પણ સામેલ હતા. નબીલ આ આતંકવાદીઓ સાથે મળીને હથિયાર, બનાવટી નામ-અડ્રેસ પર સિમ કાર્ડ, IED ને બનાવવાની તૈયારીમાં લાગેલા હતા. એટલ માટે તે સતત જહાંનજીબ સાથે સંપર્કમાં હતો જેથી દેશમાં ISISની આતંકવાદી ગતિવિધિઓ ફેલાઇ શકે અને ઘટનાને અંજામ આપે શકે. 


સાદિયા શેખ વર્ષ 2015થી જ ISIS સાથે જોડાયેલો હતો અને સોશિયલ મીડિયા દ્વારા વધુ સિક્યોર મેસેજિંગ એપ્લિકેશન દ્વારા ISIS ના આતંકવાદીઓ સાથે વાતચીત કરી રહી છે. તે ત્યારથી સતત દેશમાં આતંકવાદી હુમલો કરવા અને તેના માટે આતંકવાદીઓની ભરતી કરવામાં લાગેલી હતી. વર્ષ 2018માં જમ્મૂ કાશ્મીર પોલીસે સાદિયા શેખને આતંકવાદી હુમલો કરાવનાર પોલીસને સાદિયાના આતંકવાદી જાકિર મુસાના ગામમાં શક થયો હતો અને સતત તેના પર નજર રાખી રહી હતી. 


NIA બંને આતંકવાદીને પૂણેથી ધરપકડ કરી દિલ્હી લઇ જઇ રહી છે. NIA ની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી દેશમાં જે આતંકવાદી હુમલાની યોજનાઓ બનાવી રહ્યા હતા તેના વિશે જાણીને તેને રોકી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube