Pune new year celebration 2025: આખો દેશ નવા વર્ષના વધામણા માટે ઉતાવળો બન્યો છે અને આજે 2024નો છેલ્લો દિવસ છે. નવા વર્ષમાં માત્ર એક ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તમામ લોકો નવા વર્ષને વેલકમ કરવા માટે ઉતાવળા છે. ત્યારે મહારાષ્ટ્રના પુણેની એક પબમાં નવા વર્ષની પાર્ટી માટે મહેમાનોને કન્ડોમ અને ઓરલ રિબાઈડ્રેશન સોલ્યૂશન (ORS)ના પેકેજ આપવામાં આવ્યા, જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો. આ ચીજો 31મી ડિસેમ્બરે હાઈ સ્પિરિટ્સ પબ દ્વારા આયોજિત પાર્ટીના નિમંત્રણની સાથે આપવામાં આવી હતી. પબના આ કદમે રાજનૈતિક પક્ષોને નારાજ કરી દીધા છે. મહારાષ્ટ્ર પ્રદેશ યુવા કોગ્રેસે પુણે પોલીસ કમિશ્નર અમિતેશ કુમારને ફરિયાદ કરતા આ કેસ પર ધ્યાન આપવાની માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય જૈનને કહ્યું ગેરસમજ ઊભી થઈ શકે છે..
મહારાષ્ટ્ર પ્રદેશ યુવા કોંગ્રેસના સભ્ય અક્ષય જૈનને કહ્યું, અમે પબ અને નાઈટલાઈફ વિરુદ્ધ નથી, પરંતુ યુવાઓને આકર્ષિત કરવા માટે આ પ્રકારની માર્કેટિંગ રણનીતિ પુણેની પરંપરાઓ વિરુદ્ધ છે. અમે પબ પ્રબંધન વિરુદ્ધ પોલીસમાં સખત કાર્યવાહીની માંગ કરીએ છીએ. તેમણે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહીઓથી યુવાઓમાં ખોટો સંદેશ જઈ શકે છે, જે ગેરસમજને વધારી શકે છે અને સમાજમાં અનુચિત આદતોને પ્રોત્સાહન મળી શકે છે.


પબ માલિકે કહ્યું કોન્ડોમ વહેંચવા કોઈ ગુનો નથી...
ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી અને પબના માલિકોનું નિવેદન નોંધ્યું. માલિકોએ કહ્યું કે કોન્ડોમ વહેંચવા કોઈ ગુનો થોડી છે. પબે દાવો કર્યો હતો કે આ વસ્તુઓનું વિતરણ કરવાનો હેતુ યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો, સલામતીને પ્રોત્સાહન આપવાનો અને જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવાનો હતો. કેસની વધુ તપાસ ચાલુ છે. જોકે આ પબનું નામ રેસ્ટોરન્ટ-સહ-પબ, હાઈ સ્પિરિટ્સ કેફે છે.