અમૃતસરઃ Omicron Coronavirus Covid-19:  દેશમાં ફરી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોવિડના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. ઓમિક્રોન પણ લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ વચ્ચે એર ઈન્ડિયાની ઇટલી-અમૃતસર ફ્લાઇટમાં આશરે 125 પેસેન્જર્સ કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ તમામ યાત્રી અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા. તેની જાણકારી એરપોર્ટ ડાયરેક્ટર વીકે સેઠે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે ગુરૂ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટે લેન્ડિંગ કર્યું. તેમાંથી ઇટલીથી આવેલા 180 યાત્રી સવાર હતા. તમામ યાત્રીઓનો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 125 યાત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


યાત્રીકોને કરવામાં આવ્યા આઇસોલેટ
આટલી મોટી સંખ્યામાં યાત્રીકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો. તમામ યાત્રીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. તેના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. 


જાણકારી પ્રમાણે આ યાત્રીકો પંજાબના જ છે. યાત્રીકોએ એરપોર્ટ પર હંગામો કર્યો હતો. તેનો આરોપ છે કે ઇરાદાપૂર્વક તેને પોઝિટિવ ગણાવવામાં આવી રહ્યાં છે. યાત્રીકોએ કહ્યું કે, તેમણે ઇટલીમાં કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે અને 72 કલાક પહેલાનો નેગેટિવ રિપોર્ટ લઈને આવ્યા છે. 


ભારતમાં ગુરૂવારે ઓમિક્રોનના એક દિવસમાં સર્વાધિક 495 કેસ સામે આવ્યા, જેનાથી આ સ્વરૂપના સંક્રમિતોની સંખ્યા વધીને 2630 થઈ ગઈ છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 797 સામે આવ્યા છે, ત્યારબાદ દિલ્હીમાં 465, રાજસ્થાનમાં 236, કેરલમાં 234, કર્ણાટકમાં 226, ગુજરાતમાં 204 અને તમિલનાડુમાં 121 કેસ સામે આવ્યા છે. 


આ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુનું શરમજનક નિવેદન, PM Modi ની સુરક્ષામાં ચુકને ગણાવ્યું નાટક


કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,51,09,286 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 325 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,82,876 થઈ ગયો છે. હાલ દેશમાં 2,85,401 દર્દીઓ સારવાર હેઠળ છે. 


ઓમિક્રોનના કેસ 2,630 થયા
ઓમિક્રોનના વધતા કેસે પણ દેશની ચિંતા વધારી છે. ખુબ ચેપી ગણાતા ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ વધીને 2,630 થયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 995 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. કોરોનાનો આ વેરિએન્ટ હવે 26 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 797 કેસ, દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું જોખમ જોતા કેન્દ્ર સરકારે પણ રાજ્યોને તાકીદે પગલાં લેવા જણાવ્યું છે. વિભિન્ન રાજ્ય સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે નાઈટ કરફ્યૂ, વીકેન્ડ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube