લુધિયાણા: પંજાબના લુધિયાણામાં 4 વર્ષાના બાળકની ચોરી કરવા આવેલા ચોરને પરિવારના લોકોએ રંગે હાથ પકડી લીધો હતો. આ ઘટના તે સમયે બની હતી જ્યારે આ પરિવાર લુધિયાણાના ઋષિનગર વિસ્તારમાં તેમના ઘરની બહાર સુઇ રહ્યો હતો. આ સમગ્ર ઘટના ઘરની આગળ શેરીમાં લાગેલા એક સીટીસીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે પોલીસે ચોરની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મુંબઈ: પૈસા ઉધાર ન આપતા 4th ક્લાસના વિદ્યાર્થીએ મહિલા શિક્ષકની કરી હત્યા


સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, કઇ રીતે શેરીમાં સુઇ રહેલા પરિવાર પાસે એક શખ્સ સાયકલ રીક્ષા લઇને આવી છે અને થોડીવાર આજુ બાજુ જોવે છે. ત્યારબાદ તે શખ્સ તેની સાયકલ રીક્ષામાં કંઇક પ્લાસ્ટીક જેવું પાથરે છે અને ધીરેથી પલંગ પર સુઇ રહેલા બાળકને ઉઠાવે છે. એટલામાં જ બાળકના રડવાનો અવાજ સંભાળીને બાજુના પલંગ પર સુઇ રેહલી પરિવારની એક મહિલા જાગી જાય છે, અને તાત્કાલીક બાળકને સાયકલ રીક્ષામાંથી ઉઠાવી પોતાના ખોળામં લઇ લે છે.


Video: ભારતીય સેનાએ વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકતનો કર્યો પર્દાફાશ


જો કે, તે જ સમયે જે મહિલાના પલંગમાંથી બાળકને ઉઠાવે છે તે મહિલા જાગી જાય છે અને જોર જોરથી બુમો પાડવા લાગે છે. પરંતુ જ્યાં સુધી લોકો તેમના ઘરમાંથી બહાર નિકળે તે પહેલા તો ચોર ત્યાંથી ભાગી જાય છે. સીસીટીવી ફૂટેજના આધારે આ ઘટના 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ 1:15 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે આ ચોરની ધરપકડ કરી લીધી છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...