નવી દિલ્હી/ચંદીગઢઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક  (PM Modi Security Breach) ઇન્ટેલિજેન્સ ફેલ્યોર કે પછી કોઈ મોટા ષડયંત્રનો ભાગ. તેને લઈને ઘણા સવાલ છે અને જવાબ પણ શોધવામાં આવી રહ્યા છે. આ વચ્ચે પંજાબના એડીજીપીના પત્રથી મોટો ખુલાસો થયો છે અને પંજાબ સરકારના દાવાની પોલ ખુલી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડીજીપીના પત્રથી મોટો ખુલાસો
એડીજીપીના પત્ર પ્રમાણે પંજાબ સરકારને કિસાનોના પ્રદર્શનની પહેલાથી જાણકારી હતી. એડીજીપીએ પંજાબ પોલીસને લખેલા પત્રમાં તે પણ કહેવામાં આવ્યું છે કે 5 તારીખે વરસાદના અનુમાનની સાથે કિસાનોના ધરણા છે, તેથી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. 


પંજાબ સરકારના દાવાની પોલ ખુલી
તેનાથી સ્પષ્ટ છે કે પંજાબના એડીજીપી લો એન્ડ ઓર્ડરના પત્રથી પંજાબ સરકારના કાલના દાવાની પોલ ખુલી છે. મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે તેમની પાસે પીએમ મોદીના રોડ માર્ગે ફિરોઝપુર જવાની કોઈ જાણકારી નહોતી. સીએમ ચન્નીએ કહ્યુ હતુ કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચુક થઈ નથી. 


નવજોત સિંહ સિદ્ધુનું શરમજનક નિવેદન, PM Modi ની સુરક્ષામાં ચુકને ગણાવ્યું નાટક


રાષ્ટ્રપતિ કોવિંદે વ્યક્ત કરી ચિંતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી ચુકને મામલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) એ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. 


સુપ્રીમ કોર્ટમાં કાલે થઈ શકે છે સુનાવણી
પીએમ મોદીની સુરક્ષામાં ચુકનો મામલો સતત આગળ વધી રહ્યો છે અને હવે તે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક મામલાની મેન્શનિંગ ચીફ જસ્ટિસ એમવી રમના (CJI NV Ramana) ની બેંચની સામે રાખવામાં આવી છે. આ મામલાની સુનાવણી કાલ એટલે કે સાત જાન્યુઆરીએ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ PM Modi security breach: રાષ્ટ્રપતિએ જતાવી ચિંતા, રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત


પંજાબ સરકારે તપાસ માટે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના
પંજાબ સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી ચુકની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. સમિતિમાં નિવૃત જજ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ વિભાગ) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા સામેલ થશે. કમિટી ત્રણ દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube