પંજાબમાં બે અઠવાડિયા માટે વધાર્યું Lockdown, રોજ ફક્ત 4 કલાક મળશે રાહત
પંજાબમાં હવે 17 મે સુધી કર્ફ્યૂં/ લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન, સંક્રમિત વિસ્તારોમાં દરરોજ 4 કલાક કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh)એ બુધવારે તેની જાહેરાત કરી છે.
ચંદીગઢ: દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ (coronavirus)ના સંકટ વચ્ચે પંજાબ (Punjab)માં લોકડાઉન (Lockdown) બે અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યું છે. જોકે દરરોજ 4 કલાક લોકોને કર્ફ્યૂંમાં રાહત આપવામાં આવશે. એટલે પંજાબમાં હવે 17 મે સુધી કર્ફ્યૂં/ લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન, સંક્રમિત વિસ્તારોમાં દરરોજ 4 કલાક કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh)એ બુધવારે તેની જાહેરાત કરી છે.
કેપ્ટન સિંહે કહ્યું કે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલી વિશેષજ્ઞોની સમિતિ અને સમાજના ઘણા વર્ગો પાસેથી ઇનપુટના આધાર પર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં થોડા સમય માટે સખતાઇ રાખવી જરૂરી છે. આવતીકાલે સવાર 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી લોકોને કર્ફ્યૂમાં રાહત આપવામાં આવશે. પરંતુ આ છૂટ કંટેનમેન્ટ અને રેડ ઝોનમાં મળશે નહી. ત્યાં પહેલાંની માફક કડક રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને સંબોધિત કરતાં કહ્યું કે ''બે અઠવાડિયા બાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને મહામારીના નિયંત્રણમાં આવ્યા પછી કેટલીક છૂટ આપવામાં આવશે.'
મુખ્યમંત્રી દ્વારા જાહેર સીમિત છૂટ અનુસાર કેટલાક વિસ્તારોમાં દરરોજ સવારે ચાર કલાક રાશનની દુકાનો ખોલવાની પરવાનગી મળશે પરંતુ આ દરમિયાન ફક્ત 50% સ્ટાફ હાજર રહેશે. જિલ્લા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે રાશનની દુકાનોને ખોલવા સંબંધિત એક રોટેશનલ શેડ્યૂલ બનાવવામાં આવે. સવારે 11 બાદ કર્ફ્યૂંમાં કોઇ ઢીલ આપવામાં નહી આવે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના લોકો પાસેથી સવારે ઘરની અંદર રહેવા અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર