ચંદીગઢ: પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી સમિતિની બેઠક પહેલા ઉમેદવારોના નામની પસંદગીને લઈને પંજાબ કોંગ્રેસ (Punjab Congress) ની સ્ક્રીનિંગ કમિટીની ઘણી બેઠકો થઈ ચુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 ધારાસભ્યોની ટિકિટ કપાવવી નક્કી
કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Election) માટે ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લિસ્ટમાં 30 ધારાસભ્યોના નામ સામેલ છે, જેમને ટિકિટ આપવામાં આવશે, જ્યારે 17 ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું નક્કી મનાય છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી એક-બે દિવસમાં જાહેર કરશે.


સીએમ ચન્નીના નામ પર પણ ચર્ચા થઈ
કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (Congress CEC)ની બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjeet Singh Channi)ના નામ પર પણ ચર્ચા થઈ હતી.


સોનિયા ગાંધીની આગેવાનીમાં ચૂંટણી સમિતિની બેઠક
કોંગ્રેસે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના નેતૃત્વમાં ગુરુવારે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે ડિજીટલ માધ્યમથી આયોજિત બેઠકમાં પાર્ટીના તમામ ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી.


પંજાબમાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં થશે મતદાન 
જણાવી દઈએ કે ચૂંટણી પંચે (Election Commission) પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે અને પંજાબમાં વિધાનસભા (Punjab Assembly Election) ની તમામ 117 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube