નવી દિલ્હી: પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત બાદ પાર્ટીના સીએમ પદનો ચહેરો રહેલા ભગવંત માન આપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. ધારાસભ્ય દળની બેઠક દરમિયાન ભગવંત માને કહ્યું કે મારી તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને અપીલ છે કે અહંકાર ન કરશો. આપણે તે લોકોનું પણ સન્માન કરવું પડશે, જેમણે આપણને વોટ નથી આપ્યા. તમામ ધારાસભ્યોને તે ક્ષેત્રોમાં કામ કરવું જોઇએ, જ્યાંથી તે ચૂંટાયા નથી, ના કે ફક્ત ચંદીગઢમાં રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવંત માને કહ્યું કે આપ પંજાબીઓના ધારાસભ્ય છો, સરકાર પંજાબીઓમાં બનાવો. આજે હું દિલ્હી જઇ રહ્યો હતો, રસ્તામાં હાર પહેરતાં એક આદમીએ કહ્યું કે માન સાહેબ અમને કોઇએ ઇજ્જત જ ન આપી. અમારે ત્યાં જઇને કામ કરવું છે જ્યાં જઇને વોટ માંગ્યા છે, જીતીને એમ નથી કહેવું કે ચંદીગઢ આવો, સરકાર પિંડોથી વોર્ડોથી ચાલશે. 

ભગવંત માન 16 માર્ચે લેશે મુખ્યમંત્રી પદની શપથ, અમૃતસરમાં યોજાશે મેગા રોડ શો


17 મંત્રી બનાવવામાં આવી શકે છે
ભગવંત માને કહ્યું કે કોઇ ભેદભાવ કરવાનો નથી, અરવિંદ કેજરીવાલનો પણ આ મેસેજ છે. સ્કૂલ, હોસ્પિટલ, વિજળી, ઇંડસ્ટ્રી, આપણે 17 મંત્રી બનાવી શકીએ છે. બાકી 75 જેમણે મંત્રી નથી બનાવ્યા તે નારાજ ન થાય, મંત્રીનું કામ બધાએ કરવાનું છે. ભગવંત માને કહ્યું કે આજ તમામ મોટા મોટા ચહેરા હાર્યા છે. તમે મોટા મોટા ચહેરા સામે જીતીને આવ્યા છો. સીએમ અરવિંદ કેજરીવાલે આ લખીને આપ્યું હતું. આપણા માટે દિલ્હીની યોજનાઓ ગાઇડ લાઇન હોઇ શકે છે. આપણે સિખવાનું છે કે જ્યાં જરૂર પડે ત્યાં સારી વસ્તુ સીખવાની છે. પબ્લિક આઇડીયા આપે છે, તેને લાગૂ કરીશું. આપણે સરકાર ચલાવીને બતાવવાનું છે બસ. ઇંકલાબ જિંદાબાદ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube