ભગવંત માન 16 માર્ચે લેશે મુખ્યમંત્રી પદની શપથ, અમૃતસરમાં યોજાશે મેગા રોડ શો

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ આપના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માને દિલ્હીમાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. ભગવંત માને અરવિંદ કેજરીવાલને 16 માર્ચે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે અને પગે લાગીને તેમના આર્શિવાદ લીધા હતા. 

ભગવંત માન 16 માર્ચે લેશે મુખ્યમંત્રી પદની શપથ, અમૃતસરમાં યોજાશે મેગા રોડ શો

નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ આપના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માને દિલ્હીમાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. ભગવંત માને અરવિંદ કેજરીવાલને 16 માર્ચે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે અને પગે લાગીને તેમના આર્શિવાદ લીધા હતા. 

અમૃતસરમાં યોજાશે મેગા રોડ શો
શપથગ્રહણ પહેલા વિજયની ઉજવણી કરવા માટે 13 માર્ચે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમૃતસરમાં રોડ શો કરશે. આ રોડ શોનો હેતુ પંજાબની જનતાનો આભાર વ્યક્ત કરવાનો છે. ચૂંટણી પહેલા જ કેજરીવાલે AAP પાર્ટી તરફથી ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા અને એવામાં હવે તેઓ પંજાબના આગામી મુખ્યમંત્રી હશે.

ભગવંત માન સાથે મુલાકાત બાદ કેજરીવાલે એક ટ્વીટ કરીને જણાવ્યું કે ભગવંત માને તેમને શપથ ગ્રહણમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી તરીકે ભગવંત માન પંજાબના લોકોની આશાઓ પર ખરા ઉતરશે. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) March 11, 2022

આપના વાવાઝોડામાં ઉડ્યા રાજકીય પક્ષો 
પંજાબના ચૂંટણી પરિણામોમાં આ વખતે આપે તમામ રાજકીય કિલ્લાઓને ધ્વસ્ત કરતાં બમ્પર જીત નોંધાવી છે. આપે 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. ભગવંત માન ધુરી બેઠક પરથી 58,206 મતોના જંગી માર્જિનથી જીત્યા છે. 'આપ'ના વાવાઝોડામાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીથી લઈને નવજોત સિંહ સિદ્ધુ, અમરિંદર સિંહ, પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર બાદલ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news