નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મોટી જીત બાદ પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, આજે બાબા સાહેબ આંબેડકર અને ભગત સિંહનું સપનુ પૂરુ થયું છે. પંજાબની જનતાએ આ વખતે સિસ્ટમ બદલી છે, આપે દેશમાં સિસ્ટમ બદલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપે સિસ્ટમ બદલી
તેમણે કહ્યુ કે, કેપ્ટન સાહેબ હારી ગયા, ચન્ની સાહેબ હારી ગયા, નવજોત સિંહ સિદ્ધૂ હારી ગયા. આ ખુબ મોટો ઇંકબાલ છે. ભગત સિંહે કહ્યુ હતુ કે આઝાદી મળ્યા બાદ આપણે સિસ્ટમ ન બદલી તો કશું થશે નહીં. પંજાબની જનતાએ આ વખતે સિસ્ટમ બદલી છે, આપે દેશમાં સિસ્ટમ બદલી છે. 


કેજરીવાલ છે દેશનો સાચો સપૂત
કેજરીવાલે કહ્યુ કે, મારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યા. કેજરીવાલને આતંકવાદી કહેવામાં આવ્યો. પરંતુ આ પરિણામ દ્વારા દેશની જનતાએ બોલી દીધુ કે કેજરીવાલ આતંકવાદી નથી, પરંતુ દેશના સાચા સપૂત છે. 


આ પણ વાંચોઃ ગરીબોને રાશન, યોગીનું શાસન, મોદીનું ભાષણ, કઈ રીતે ભાજપે યુપીમાં ધ્વસ્ત કર્યા તમામ સમીકરણ


કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન
તેમણે કહ્યુ કે, આજે નવા ભારતનો સંકલ્પ લેશું. નવું ભારત જેમાં નફરત નહીં હોય, માતા બહેનો સુરક્ષિત હશે, શિક્ષિત હશે. તેમણે નામ લીધા વગર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે, અમે એવું ભારત બનાવીશું, જેમાં ઘણી મેડિકલ કોલેજ હશે, જેથી બાળકોને યુક્રેન નહીં જવું પડશે. 


કેજરીવાલે કહ્યુ કે, તમામ મહિલાઓ, યુવાનો, કિસાન ગરીબ બધા આમ આદમી પાર્ટી જોઈન કરે. આજે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં કામ કરતા વ્યક્તિએ ચન્નીને હરાવ્યા છે. સામાન્ય કાર્યકર્તા નવજોતે મજીઠિયાને હરાવ્યા, સિદ્ધુને હરાવ્યા. 


આ પણ વાંચોઃ કિસાન આંદોલન, મોંઘવારી અને બેરોજગારી પર ભારે પડ્યો પીએમ મોદીનો જાદૂ, જાણો કારણ


આપણે નફરત નહીં સેવાની રાજનીતિ કરવી છે
તેમણે કહ્યુ કે, નાના ભાઈ ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી બનવા માટે શુભેચ્છા. પરિણામ આપવાનું હજુ બાકી છે. આટલો મોટો બહુમત, લોકોના આ વિશ્વાસને તૂટવા દેવો નથી. તેમણે કહ્યું કે, મારા કપડા પર કટાક્ષ કરવામાં આવ્યો પરંતુ આપણે નફરત નહીં સેવાની રાજનીતિ કરવી છે. મેં ભગવાન હનુમાન પાસે આશીર્વાદ લીધા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube