Punjab Election Result: જાણો કોણ છે મોબાઇલ મિકેનિક લાભ સિંહ? જેની સામે ચૂંટણી હારી ગયા સીએમ ચન્ની
Punjab Election Result: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. તો કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી ચન્ની બંને સીટ પર હારી ગયા છે.
નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામે દેશને ચોંકાવી દીધો છે. કોઈએ વિચાર્યું નહોતું કે કોંગ્રેસ આટલી રીતે નિષ્ફળ જશે. કોંગ્રેસે પંજાબમાં સત્તા ગુમાવવાનો વારો આપ્યો છે. અહીં આમ આદમી પાર્ટીએ મહા જીત હાસિલ કરી છે. તો આ ચૂંટણીમાં કોંગ્રેસના અનેક મોટા નેતા હારી ગયા છે. વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પોતાની બંને સીટ હારી ગયા છે. ચોંકાવનારી વાત છે કે ચન્નીને એક મોબાઇલ રિપેરિંગનું કામ કરતા વ્યક્તિએ પરાજય આપ્યો છે. આવો તમને જણાવીએ એક મોબાઇલ મિકેનિકથી ધારાસભ્ય બનવા સુધીની કહાની...
મુખ્યમંત્રી ચન્ની બંને સીટ પર હાર્યા
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નેને બરનાલા જિલ્લાની ભદૌડ સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાભ સિંહ ઉગોકેના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમવાર ચૂંટણી લડી રહેલા લાભ સિંહે ચન્નીને 37558 મતે હરાવ્યા છે. તો ચન્નીએ પોતાની બીજી સીટ ચમકૌર સાહિબ પણ ગુમાવી દીધી છે.
પંજાબમાં મહાજીત બાદ બોલ્યા કેજરીવાલ, કહ્યું- આપણે નફરતની નહીં સેવાની રાજનીતિ કરવી છે
મોબાઇલ રિપેરિંગ કરનાર વ્યક્તિએ ચન્નીને હરાવ્યા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાભ સિંહની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે, જે લાભ સિંહ ચરણજીત સિંહ ચન્નીને હરાવ્યા છે તે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં નોકરી કરે છે. એક સામાન્ય કાર્યકર્તા જીવનજ્યોત કૌરે સિદ્ધુ અને મજીઠિયા અને બંનેને પરાજય આપ્યો છે. આપણે 75 વર્ષ ખરાબ કરી દીધા પરંતુ હવે સમય ખરાબ કરવાનો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube