નવી દિલ્હી: પંજાબ-હરિયાણા હાઇકોર્ટએ કોરોના સંકટકાળમાં લગ્ન દરમિયાન વર-વધૂને માસ્ક ન પહેરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબના ફાજિલ્કા જિલ્લાના એક પ્રેમી યુગલે લગ્ન સમયે માસ્ક પહેર્યું ન હતું .આ કેસની સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની જાણકારી આવી તો હાઇકોર્ટે પતિ-પત્નીને દંડ ફટકાર્યો હતો. હાઇકોર્ટે દંડની રકમમાંથી માસ્ક ખરીદવાનો આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસપ્રદ વાત એ છે કે આ કેસમાં દંડની સજા પ્રાપ્ત કરનાર પતિ પત્નીએ પોતે હાઇર્કોટની શરણ લીધી હતી. જોકે પંજાઅ ફાજિલ્કા જિલ્લામાં એક પ્રેમી યુગલે પોતાની સુરક્ષા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ પ્રેમી યુગલે પોતાના ઘરવાળાઓની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા, ત્યારબાદ પ્રેમી યુગલને એ વાતનો ડર હતો કે તેમના ઘરવાળા તેમને નુકસાન પહોંચાડી શકે છે અથવા તેમને અલગ કરવાનો પ્રયત્ન કરી શકે છે. ત્યારબાદ 27ના રોજ ફાજિલ્કાના એસએસપીની સામે પણ જાનમાલની સુરક્ષાની મદદ માંગી હતી.


હાઇકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આવેલા પ્રેમી યુગલના વકીલની દલીલ કરી કે છોકરો છોકરી બંને બાલિગ છે અને તેમને પોતાની મરજીથી લગ્ન કર્યા છે. આ લગ્ન કાનૂન સંમત છે. પરંતુ તેમના ઘરવાળા લગ્નને સ્વિકાર નહી કરે અને છોકરા છોકરીને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં તેમની સુરક્ષા સુનિશ્વિત કરવામાં આવે. પ્રેમી યુગલ વયસ્ક છે એટલા માટે હાઇકોર્ટે જિલ્લાના એસએસપીને પ્રેમી યુગલ માટે સુરક્ષા પુરી પાડવાનો આદેશ સંભળાવ્યો. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube