નવી દિલ્હી: કોંગ્રેસ છોડી ચૂકેલા પંજાબના દિગ્ગજ રાજનેતા સુનિલ જાખડ આજે ભાજપમાં જોડાઈ ગયા. સુનિલ જાખડે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આજે દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે પાર્ટીની સદસ્યતા લીધી. આ અવસરે ભાવુક થતા સુનિલ જાખડે કહ્યું કે મારે કોંગ્રેસ સાથે કોઈ નવો સંબંધ નથી. મારી ત્રણ પેઢીઓ કોંગ્રેસમાં રહી ચૂકી છે. મે આ પરિવારને છોડવાનો નિર્ણય એમ જ નથી લીધો. પંજાબને ધર્મ, જાતિ, વગેરેના આધારે વહેંચવાી કોશિશ થઈ રહી હતી. તેમણે એમ પણ કહ્યું કે જૂનો સંબંધ કોઈ કારણસર તૂટ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનિલ જાખડનું ભાજપમાં સ્વાગત કરતા જે પી નડ્ડાએ કહ્યું કે તેઓ આજે ભાજપની સદસ્યતા લઈને પાર્ટીમાં જોડાયા છે. હું મારા અને ભાજપના કરોડો કાર્યકરો તરફથી તેમનું સ્વાગત કરું છું. ભાજપ પંજાબમાં રાષ્ટ્રવાદી તાકાતોનું પ્રથમ લઈ રહ્યો છે. આથી જરૂરી છે કે રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા બધા લોકો ભાજપ સાથે જોડાય અને પાર્ટીને મજબૂત બનાવે. 


અત્રે જણાવવાનું કે સુનિલ જાખડે 14મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે પંજાબ વિધાનસભા ચૂંટણી સમયથી જ કોંગ્રેસ સાથેના મતભેદો ચર્ચાના ચગડોળે ચડ્યા હતા. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ જ્યારે પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્યા ત્યાર બાદ જાખડે અનેકવાર નિવેદન આપીને નારાજગી વ્યક્ત કરી હતી. જો કે તે સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને મનાવવાની કોશિશ કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube