પૂરી પીઠના શંકરાચાર્યએ જણાવ્યું અયોધ્યા ન જવા પાછળનું અસલ કારણ, જાણો શું કહ્યું?
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં ચારેય શંકરાચાર્ય નથી જવાના એ મુદ્દો હાલ તૂલ પકડી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષ શંકરાચાર્યોના મતનો ઉલ્લેખ કરતા મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. બીજી બાજુ પૂરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદે એકવાર ફરીથી દોહરાવ્યું છે કે તેઓ આ આયોજનમાં જશે નહીં.
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં ચારેય શંકરાચાર્ય નથી જવાના એ મુદ્દો હાલ તૂલ પકડી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષ શંકરાચાર્યોના મતનો ઉલ્લેખ કરતા મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. બીજી બાજુ પૂરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદે એકવાર ફરીથી દોહરાવ્યું છે કે તેઓ આ આયોજનમાં જશે નહીં. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાનો નિર્ણય અમારા અહંકાર સાથે જોડાયેલો નથી પરંતુ તે પરંપરાની વાત છે. તેમણે કહ્યું કે સનાતન પરંપરાથી ઉલ્ટું કામ હોવાના કારણે અમે આ આયોજનમાં ભાગ લઈ રહ્યા નથી.
તેમણે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે શંકરાચાર્યની પોતાની એક ગરિમા છે. આ અહંકારની વાત નથી. શું અમારી પાસેથી એ અપેક્ષા કરી શકાય કે અમે બહાર બેઠા હોઈએ અને જ્યારે પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરે તો બહાર બેસીને તાળીઓ પાડીએ. એક સેક્યુલર સરકારનું આ કામ નથી કે તેઓ પરંપરા સાથે છેડછાડ કરે. શંકરાચાર્ય તરફથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થવાની વાતને પણ ખોટી ગણાવી હતી. તેમનું કહેવું હતું કે આ તારીખ બરાબર નથી. આવું આયોજન રામ નવમીના દિવસે થવું જોઈએ. જો કે બાદમાં બે શંકરાચાર્યોએ આ રિપોર્ટ્સને ફગાવતા આયોજન પર ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમમાં તેઓ જશે નહીં.
અત્રે જણાવવાનું કે શંકરાચાર્યોના મતના બહાને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પણ સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસ એ પણ તર્ક આપી રહી છે કે મંદિરનું નિર્માણ હજુ ચાલુ છે. આવામાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ સનાતન ધર્મની પરંપરાની વિરુદ્ધ છે. અશોક ગેહલોતે કહ્યું કે સનાતન ધર્મના સર્વશ્રેષ્ઠ ગુરુ શંકરાચાર્ય કાર્યક્રમમાં આવી રહ્યા નથી. તેનાથી સ્પષ્ટ છે કે અમારો નિર્ણય યોગ્ય છે. તેમણે કહ્યું કે આ લોકોએ સમગ્ર આયોજનનું રાજનીતિકરણ કરી નાખ્યું છે. આ કારણ છે કે આપણા સનાતન ધર્મના ટોચના ગુરુ શંકરાચાર્ય પણ આયોજનમાં આવી રહ્યા નથી. જો તેઓ કઈક કહી રહ્યા છે તો તેનું મહત્વ છે.
નોંધનીય છે કે 22 જાન્યુઆરીના રોજ આયોજન માટે દેશભરમાંથી 10 હજાર લોકોને આમંત્રણ અપાયું હતું. આ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત આરએસએસ ચીફ મોહન ભાગવત યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજર રહેશે. ઉદ્યોગજગતથી મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે. સેલેબ્રિટિઝને પણ મોટી સંખ્યામાં આમંત્રણ અપાયું છે. એટલું જ નહીં અનેક દેશોના રાજનયિકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube