બિહારઃ પૂર્ણિયામાં મતદાન વચ્ચે RJD નેતાના ભાઈની હત્યા, અસામાજીકતત્વોએ ગોળીઓ વરસાવી
રાષ્ટ્રીય જનતા દળના નેતા બિટ્ટૂ સિંહના ભાઈ બેની સિંહની હત્યા કરવામાં આવી છે. પૂર્ણિયાના ધમદાહા વિધાનસભા અંતર્ગત સરસીમાં તેને ગોળી મારવામાં આવી હતી.
પૂર્ણિયાઃ બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા બિટ્ટૂ સિંહના ભાઈ બેની સિંહની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્ણિયાના ધમદાહા વિધાનસભા અંતર્ગત સરસીમાં અસામાજીક તત્વોએ ગોળી મારી દીધી. ગુનેગારોએ બેની સિંહ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. મતદાનના દિવસે થયેલી આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે.
મહત્વનું છે કે બિહારના 15 જિલ્લાની 78 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. 78 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 1204 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. પૂર્ણિયા જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. મતદાન વચ્ચે અસામાજીક તત્વોએ બેની સિંહની હત્યા કરી દીધી છે.
આ પહેલા પૂર્ણિયાના બૂથ સંખ્યા 282 પર સુરક્ષાદળો અને મતદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. સીઆઈએસએફના જવાને ડંડો માર્યો, ત્યારબાદ વિવાદ વધી ગયો હતો. આ દરમિયાન પોલીસે લાકડી ચલાવવી પડી હતી. સુરક્ષા દળો દ્વારા અહીં ફારયિંગ કરાયાની પણ માહિતી છે. પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે.
અંતરિક્ષમાં ઇસરોની વધુ એક છલાંગ, શ્રીહરિકોટાથી PSLV C49નું સફળ લોન્ચિંગ
ઉમેદવારની ગોળી મારી હત્યા
પાછલા મહિને બિહારના શિવહરમાં જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર અને તેના એક સમર્થકની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં નિકળ્યા હતા. તો ઉમેદવારના સમર્થકોએ એક હત્યારાનાને દબોચી લીધો, જેની મારી-મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube