નવી દિલ્હી: કતાર એરવેઝની QR579 ફ્લાઈટ દિલ્હીથી દોહા જઈ રહી હતી. ઉડાણ દરમિયાન તેમાં કઈક ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી ડાઈવર્ટ કરાઈ. કરાચી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ થઈ છે. વિમાનમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ?
કતાર એરવેઝે જાણકારી આપી છે કે 21 માર્ચના રોજ દિલ્હીથી દોહા માટે ફ્લાઈટ QR579ને કરાચી તરફ વાળવામાં આવી. કારણ કે કાર્ગો હોલ્ડમાં ધૂમાડાના સંકેત મળ્યા હતા જેથી ઈમરજન્સી જાહેર કરવામાં આવી. વિમાન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. જ્યાં તેને ઈમરજન્સી સેવાઓ મળી અને મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી લેવાયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube