હૈદરાબાદ: મલ્ટિલેવલ માર્કેટિંગ કૌભાંડ ક્યૂનેટ મામલે સાઈબરાબાદ પોલીસે 38 કેસ દાખલ કરતા કુલ 70 લોકોની ધરપકડ કરી છે. સાઈબરાબાદ  પોલીસ કમિશનર વી.સી.સજનારે મંગળવારે જણાવ્યું કે આ મામલા ગ્રેટર હૈદરાબાદને કવર કરનારા ત્રણ  પોલીસ કમિશનરોમાંથી એક સાઈબરાબાદ પોલીસ કમિશ્નરેટમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. તેમણે કહ્યું કે વિહાન ડાઈરેક્ટરેટ સિલંગ પ્રાઈવેટ લિમિટેડ (ક્યૂનેટ) અને તેના પ્રમોટરો વિરુદ્ધ વિભિન્ન રાજ્યોમાં અનેક કેસ દાખલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ કપૂર, બોમન ઈરાની, સહિત જેકી શ્રોફ સહિત અનેક કલાકારોને નોટિસ
પોલીસે કંપનીના કાર્યક્રમોમાં ભાગ લેનારા અભિનેતા અનિલ કપૂર, શાહરૂખ ખાન, બોમન ઈરાની, જેકી શ્રોફ, વિવેક ઓબોરોય, પૂજા હેગડે અને અલ્લુ સિરિશને પણ નોટિસ પાઠવી છે. અનિલ કપૂર, શાહરૂખ ખાન અને બોમન ઈરાનીએ પોત પોતાના વકીલો મારફતે નોટિસનો જવાબ આપ્યો છે. જ્યારે અન્ય બોલિવૂડ હસ્તીઓના જવાબની રાહ જોવાઈ રહી છે. સજનારે કહ્યું કે ત્રણેય બોલિવીડ કલાકારોની પ્રતિક્રિયાનો અભ્યાસ થઈ રહ્યો છે. પોલીસ પ્રમુખે કહ્યું કે આ યોજનાના ટોચના 500 પ્રમોટરોને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમના જવાબોની રાહ જોવાઈ રહી છે. 


તેમણે કહ્યું કે આ મામલો ક્યૂઆઈ સમૂહની એક ફ્રેન્ચાઈઝી વિહાન તરફથી ફ્રોડનો મામલો છે. જે ક્યૂનેટ નામથી માર્કેટિંગ કરે છે. પોલીસના જણાવ્યાં અનુસાર વિહાન પહેલા ગોલ્ડ ક્વેસ્ટ અને ક્વેસ્ટ નેટ નામથી ઓળખાતી હતી. તે ક્યૂઆઈ સમૂહના સ્વામિત્વવાળી હોંગકોંગ સ્થિત એક પ્રત્યક્ષ વેચાણ કે મલ્ટી લેવલ માર્કેટિંગ કંપની છે. પોલીસે કહ્યું કે તેઓ સોફ્ટવેર કર્મચારીઓ, બેરોજગાર યુવાઓ અને ગૃહિણીઓને નિશાન બનાવી રહ્યાં હતાં. 


વિહાનને બંધ કરવાની પ્રક્રિયા શરૂ
કોર્પોરેટ મામલાના મંત્રાલય (એમસીએ)એ કહ્યું કે વિહાનને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જ્યારે સજનારે લોકોને અપીલ કરી છે કે તેઓ ક્યૂનેટમાં સામેલ ન થાય અને વિહાનને કોઈ ચૂકવણી ન કરે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...