પટના :: બિહારમાં બીપીએસસી (બિહાર લોક સેવા પંચ) મુખ્ય પરીક્ષા ચાલી રહી છે. બીપીએસસી મેઇન્સ પરીક્ષા મુદ્દે પરીક્ષાર્થી ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જે હવે ચાલુ થઇ ચુકી છે. જો કે પરીક્ષામાં બીપીએસસી દ્વારા પુછાયેલા એક સવાલનાં કારણે હાલ વિવાદમાં આવી ગઇ છે અને વિદ્યાર્થીઓ પણ વિમાસણમાં મુકાઇ ચુક્યા છે. એક એવો સવાલ પુછાયો જે અંગે તેમણે ક્યારે વિચાર્યું પણ નહી હોય. 


VIDEO : નદીમાં કૂદકો મારી CRPFના બે જવાનોએ બચાવ્યો 14 વર્ષીય કિશોરીનો જીવ
બીપીએસસી મુખ્ય પરીક્ષામાં 14 જુલાઇનાં રોજ સામાન્ય અભ્યાસ દ્વિતિય પત્રની પરીક્ષા લેવામાં આવી. જેમાં એક વિચિત્ર સવાલ પુછાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ ખુબ જ અસહજ થઇ ગયા હતા. સવાલમાં પુછવામાં આવ્યું કે, શું બિહારના રાજ્યપાલ માત્ર કઠપુતળી છે ? રાજ્યપાલની ભુમિકા મુદ્દે પુછાયેલો સવાલ યોગ્ય હતો. જો કે તેમાં બિહારના રાજ્યપાલની ભુમિકાની તપાસ કરવા અને તેઓ માત્ર કઠપુતળી છે કે કેમ તેવો જવાબ મંગાયો હતો.
લોકસભામાં Motor Vehicles Amendment Bill રજુ, કાયદો સહેજ પણ તોડ્યો એટલે હજારોનો દંડ
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, જો સિદ્ધુ કામ નથી કરવા ઇચ્છતા તો હું કંઇ કરી શકું નહી
હવે બિહારના રાજ્યપાલ શું માત્ર કઠપુતળી છે ? તે બીપીએસસીનાં વિદ્યાર્થી માટે એક અસહજ સવાલ હતો. જો રાજ્યપાલના પદની વાત કરીએ તો તે દરેક પ્રદેશ માટે એક સમાન હોય છે. સંવિધાન અનુસાર રાજ્યપાલ જ રાજ્યના સર્વેસર્વા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓને પુછવામાં આવ્યું કે, શું બિહારનાં રાજ્યપાલ કઠપુતળી છે આ કેવો પ્રશ્ન છે ? 


લોકસભામાં Motor Vehicles Amendment Bill રજુ, કાયદો સહેજ પણ તોડ્યો એટલે હજારોનો દંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, બીપીએસસીનાં 64મી મુખ્ય પરિક્ષા 12 જુલાઇથી ચાલુ થઇ છે. અત્યાર સુધી 3 વિષયોની પરિક્ષા થઇ ચુકી છે. આ પરીક્ષા માટે 17 હજાર 109 પરીક્ષાર્થીઓએ પીટી પરીક્ષા પાસ કરી હતી. જેમાં સામાન્ય 9320, એસસી 2689, એસટી 131, અત્યંત પછા વર્ગ 3357, પછાત વર્ગ 2138, પછાત મહિલા 573, વિકલાંગ 570 અને સ્વતંત્રતા સેનાનીનાં 280 સંબંધિઓ સફળ જાહેર થયા હતા.