નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019)ના રાજકીય પારો વધવાની સાતે જ નેતાઓ દ્વારા આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ ચાલુ થઇ ચુકી છે. આ કડીમાં હવે બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનું નામ પણ જોડાઇ ચુક્યું છે. રાબડી દેવીએ શનિવારે આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની સરકાર આજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને મારવા માંગે છે. તેમણે કહ્યું કે, તેમનાં પુત્ર તેજસ્વી યાદવ લાલુને મળવા માટે ગયા હતા, પરંતુ તેમને મળવા દેવામાં નહોતા આવ્યા. તેના કારણે સરકારનું કાવત્રું જોવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહ અને સની દેઓલની મુલાકાત, અમૃતસરથી ચૂંટણી લડવાની ચર્ચાનું જોર

રાબડી દેવીએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, જો લાલુ પ્રસાદ યાદવને કંઇ થાય છે તો બિહાર અને ઝારખંડના લોકો રસ્તાઓ પર ઉતરી જશે. તેમણે કહ્યું કે, જો સરકાર લાલુ યાદવને ઝેર આપીને મારવા માંગે છે તો મારી શકે છે. જો કે તેમની આ તાનાશીહ નહી ચાલે. તેમણે કહ્યું કે, પરિવારનાં કોઇ પણ સભ્યને લાલુ યાદવને મળવા દેવામાં આવી રહ્યા. સરકારે મળવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 


IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ
હાર જોઇને મારા પછાતપણાનું સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે માયાવતી: PMનો જવાબ


અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ તરફથી સજા ફટકારવામાં આવ્યા બાદ લાલુ યાદવ સ્વાસ્થયના કારણોથી રિમ્સમાં સારવાર કરાવી રહ્યા છે. બીજી તરફ શનિવારે લાલુ પ્રસાદ યાદવે ત્રણ લોકોને મળવાનું પ્રાવધાન છે, જો કે શનિવારે (20 એપ્રીલ)ના રોજ તેમને મળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.