અમિત શાહ અને સની દેઓલની મુલાકાત, અમૃતસરથી ચૂંટણી લડવાની ચર્ચાનું જોર

સની દેઓલનાં પિતા ધર્મેન્દ્ર પણ 2004 લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની બિકાનેર સીટથી ચૂંટણી લડ્યા હતા અને જીત પ્રાપ્ત કરી હતી

અમિત શાહ અને સની દેઓલની મુલાકાત, અમૃતસરથી ચૂંટણી લડવાની ચર્ચાનું જોર

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019)નું રાજકીય રણ પોતાનાં ચરમ પર છે. રાજનીતિક પાર્ટીઓનાં સ્ટાર પ્રચારક સમગ્ર દેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે સાંજે અભિનેતા સની દેઓલ સાથે મુલાકાત કરી. મળતી માહિતી અનુસાર પુણે એરપોર્ટ પર થયેલી આ મુલાકાત 5 મિનિટ સુધી ચાલી. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર, અમિત શાહ અને સની દેઓલની વચ્ચે આ મુલાકાત એરપોર્ટના લાઉન્ડમાં થઇ. 

ભાજપ અધ્યક્ષ શાહ અને અભિનેતા સની દેઓલની આ મુલાકાત બાદ રાજનીતિક સુત્રોમાં ચર્ચાઓએ જોર પકડી દીધું છે. એવું કહેવાઇ રહ્યું છે કે ભાજપ અભિનેતા સની દેઓલને અમૃતસર અથવા ચંડીગઢથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. જો કે આ વાતની હજી સુધી કોઇ પૃષ્ટી થઇ શકી નથી. પરંતુ ક્યાસ લગાવાઇ રહ્યા છે કે ભાજપ સની દેઓલને પંજાબમાં એક મોટો ચહેરો બનીને સામે લાવી શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019માં દેઓલ પરિવારથી હેમા માલિની ઉત્તરપ્રદેશનાં મથુરાથી ચૂંટણી મેદાને છે. હેમા માલિની હાલ લોકસભા સાંસદ છે. બીજી તરફ હી મેન કહેવાતા અભિનેતા ધર્મેન્દ્રએ પણ હેલા માલિની માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. હેમા માલિની રાજ્યસભા સાંસદ પણ રહી ચુક્યા છે. બીજી તરફ સની દેઓલનાં પિતા ધર્મેન્દ્ર પણ 2004ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની બિકાનેર સીટથી ચૂંટણી લડ્યા હતા અને જીત પ્રાપ્ત કરી હતી. ધર્મેન્દ્રએ પણ ભાજપની ટિકિટ પર આ ચૂંટણી જીત્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news