નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના (Indian Air Force)એ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ફાઈટર જેટ 'મિરાજ-2000'નો ઉપયોગ કર્યો હતો. ભારતીય વાયુસેનાએ વહેલી પરોઢે 3.30 કલાકે પીઓકેના બાલાકોટમાં બનેલા જૈશના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા માટે 12 મિરાજ-2000 ફાઈટર જેટ મોકલવામાં આવ્યા હતા, જેમણે 1000 કિલો વજન ધરાવતા 6 જેટલા બોમ્બ ફેંકીને જૈશના આતંકી ઠેકાણાઓની સાથે-સાથે મોટી સંખ્યામાં આતંકવાદીઓનો પણ સફાયો કરી નાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200થી 300 આતંકીના મોતના સમાચાર
મિરાજ-2000ની મદદથી કરવામાં આવેલા આ હુમલામાં પાકિસ્તાનની ધરતી પર 200થી 300 આતંકવાદીઓને એકસાથે મોતને ઘાટ ઉતારી દેવાયાની માહિતી છે. આ મિરાજ-2000 વિમાન પણ ફ્રાન્સની એ જ કંપની ડસોલ્ટે બનાવ્યું છે, જેણે રાફેલને તૈયાર કર્યું છે. રાફેલ વિમાન 'મિરાજ-2000' કરતાં પણ વધુ શક્તિશાળી વિમાન છે. આથી, જો ભારતીય વાયુસેના પાસે આજે રાફેલ વિમાન હોત તો શું પરિણામ આવતુંતેના અંગે વિચારવું પણ જરૂરી છે. 


સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્રએ જણાવ્યું, આ સૈનિક નહીં એન્ટી-ટેરર ઓપરેશન હતું


  • રાફેલની સૌથી મોટી વિશેષતા તે એક જ મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલની મહત્તમ ઝડપ 2200 થી 2500 પ્રતિ કલાકની છે. જ્યારે મિરાજ વિમાન એક કલાકમાં 2495 કિમીનું અંતર કાપી શકે છે. મિરાજ-2000 દરેક પ્રકારના હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે. 

  • રાફેલ વિમાન અત્યાધુનિક હથિયારોથી સુસજ્જ છે. જેમાં પ્લેનની સાથે મેટેઓર મિસાઈલ પણ છે. રાફેલ 150 કિમીની બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલથી સુસજ્જ છે. હવાથી જમીન પર પ્રહાર કરતી સ્કેલ્પ મિસાઈલ પણ તેમાં ફીટ કરી શકાય છે. જેની સામે 'મિરાજ-2000' અત્યંત ઝડપથી ઉડાન ભરીને ઓછી ઊંચાઈએ ઉડીને જમીન પર રહેલા દુશ્મન ઠેકાણા પર બોમ્બ વર્ષા કરી શકે છે. મિરાજ-2000 એકસાથે અનેક નિશાન પર પ્રહાર કરી શકે છે. 


હુમલાથી ભયભીત પાકે. પ્રજા અને સેનાને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું


  • રાફેલ સ્કેલ્પ મિસાઈલની રેન્જ 300 કિમી છે અને તેની પ્રહારક્ષમતા 3700 કિમી છે સુધીની છે. મિરાજ-2000 ફાઈટર જેટ એક સાથે 17000 કિમગ્રામ વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા ધરાવે છે. 


વડા પ્રધાન મોદીએ સાઉથ બ્લોકમાં બેસીને વાયુસેનાના સમગ્ર ઓપરેશનની સતત અપડેટ મેળવી


  • રાફેલ પરમાણુ હથિયાર લઈ જવામાં પણ સક્ષમ છે. આ 75% વિમાન હંમેશાં ઓપરેશન માટે તૈયાર હોય છે. આ વિમાનમાં ભારતીય વાયુસેનાની જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે મિરાજ-2000 ફાઈટર જેટમાં હથિયારો માટે 9 હાર્ડ પોઈન્ટ છે. વિમાનમાં નીચે 5 અને બંને પાંખમાં હથિયાર મુકવામાં આવે છે. ભારત પાસે વર્તમાનમાં 51 મિરાજ-2000 ફાઈટર જેટનો કાફલો છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...