Live: રાફેલનું રમખાણ સમરાંગણ બનેલી લોકસભામાં રક્ષામંત્રી આપી રહ્યા છે જવાબ
અનુરાગ ઠાકુર ભાજપ તરફથી તથા ખડસે કોંગ્રેસ તરફથી બોલ્યા બાદ રક્ષામંત્રી સમગ્ર મુદ્દે કરી રહ્યા છે સ્પષ્ટતા
નવી દિલ્હી : લોકસભાની કાર્યવાહી ચાલી રહી છે. રાફેલ ડીલનાં મુદ્દે સદનમાં હોબાળો ચાલી રહ્યો છે. અત્યાર સુધી આ મુદ્દે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસની તરફતી અને અનુરાગ ઠાકુર ભાજપ તરફથી બોલી ચુક્યા છે. બીજી તરફ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ આ મુદ્દે આજે સંસદમાં જવાબ આપી રહ્યા છે.
- સરકાર અને હું રાફેલ પર સવાલોનાં જવાબ આપવા માટે તૈયાર છીએ, પરંતુ કોંગ્રેસનાં રાફેલના તથ્યોથી ડરી રહ્યા છે - સીતારમણ
- કોંગ્રેસે સેનાની જરૂરને નથી સમજી જ્યારે આ મુદ્દે આપણે પાડોશી દેશો પાસેથી શીખવાની જરૂર છે.
- સંરક્ષણ મંત્રીનો જવાબ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ હોબાળો ચાલુ કરી દીધો. સ્પીકર સુમિત્રા મહાજન તેમને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- આખરે કોંગ્રેસ 2014 સુધી આ ડીલને શા માટે પુર્ણ ન કરી શકી ? યુપીએએ જણાવવું જોઇએ કે તેઓ પોતાનાં કાર્યકાળમાં રાફેલનું એક પણ વિમાન શા માટે ન લાવી શક્યા. નિર્મલા સીતારમણ
- ચીને પોતાની સેનામાં 4 હજાર કરતા વધારે વિમાનોને જોડ્યા, પરંતુ કોંગ્રેસે પોતાનાં શાલનકાળ દરમિયાન શું કર્યું ? આખરે જે 126 વિમાનોનો ઉલ્લેખ કરે છે તે ક્યાં છે - સીતારમણ
- દેશની ચારે તરફ ખતરનાક વાતાવરણ છે, આપણે દરેક પરિસ્થિતી માટે તૈયાર રહેવાની જરૂર છે- સીતારમણ
- ભારત હંમેશા શાંતિ ઇચ્છે છે અને ક્યારે પણ યુદ્ધની પહેલ નથી કરી, પરંતુ આપણા પાડોશમાં આ પ્રકારનું વાતાવરણ નથી, એવામાં આપણે તૈયાર રહેવું જરૂરી છે.
- સંરક્ષણમંત્રી જેવા જવાબ આપવા માટે ઉભા થયા વિપક્ષનાં લોકોએ હોબાળો ચાલુ કરી દીધો. ત્યાર બાદ તેઓ પરેશાન થઇને બેસી ગયા. ત્યાર બાદ સ્પીકરનાં આગ્રહ કરીને બીજી વખત બોલવા માટે ઉભા થયા.
- સંરક્ષણમંત્રી રાફેલ ડીલ અંગે વિપક્ષનાં સવાલોનાં જવાબ આપી રહ્યા છે.
- વડાપ્રધાન મોદીએ 95 મિનિટનાં ઇન્ટરવ્યુમાં દરેક મુદ્દા પર જવાબ આપ્યો. આખરે સ્મિતા પ્રકાશને રાહુલ ગાંધીની શું અપેક્ષા હતી ? તમને શું ખાવાનું પસંદ છે, તમારો કુતરો કેવો છે અને ત્યાર બાદ રાહુલ ગાંધીએ મહિલા પત્રકાર પર આરોપ લગાવ્યા જે ખુબ જ નિંદનિય છે: અનુરાગ ઠાકુર, ભાજપ
- જો કોંગ્રેસે રાફેલ વિમાન મુદ્દે યોગ્ય પગલા ઉઠાવ્યા હોત તો અમારી સરકારને રાફેલ વિમાન ખરીદવાની જરૂર ન પડી હોત. આખરે 2012માં કોણે ડીલને અટકાવી, અનુરાગ ઠાકુર, ભાજપ