નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે રવિવારે મોદી સરકારનાં તમામ અધિકારીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીનાં વધારે નિષ્ઠાવાન અધિકારીઓ પર નજર રાખી રહ્યા છીએ. સરકારો તો આવતી જતી રહે છે. મીડિયા સાથે વાતચીત કરતા સિબ્બલે કહ્યું કે, અધિકારીઓને ખબર હોવી જોઇએ કે, ચૂંટણી આવતી જતી રહે છે અને અમારી સરકાર પણ આવતી જતી રહે છે. અમે તમામ સરકારી અધિકારીઓ પર નજર રાખી રહ્યા છીએ તો ઉત્સાહી છીએ અને વડાપ્રધાન મોદીને નિષ્ઠા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે યાદ રાખવું જોઇએ કે સંવિધાન કોઇ પણ વસ્તુથી મોટું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાફેલ મુદ્દે હવે કોંગ્રેસે કેગ પર જ સવાલ ઉઠાવ્યા, જેટલીએ આરોપો ફગાવ્યા

ગત્ત અનેક મહિનાઓથી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સાથે સમયાંતરે મોદી સરકાર પર ભારતના લોકશાહી ઢાંચા અને સીબીઆઇ, આરબીઆઇ, સુપ્રીમ કોર્ટ જેવી સંવૈધાનિક સંસ્થાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. રવિવારે સિબ્બલે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં રાજ્યપાલનાં કાર્યપાલ, યુનિવર્સિટીનાં કુલપતિઓ અને મીડિયા સહિત અને સંસ્થાઓ પર હુમલો થઇ રહ્યો છે. 


રાજસ્થાન ગુર્જર આંદોલન, આગામી 3 દિવસમાં 37 ટ્રેન રદ્દ, રેલ્વેમાં મુસાફરી કરનાર ખાસ વાંચે

નેશનલ ગેલેરી ઓફ મોર્ડર્ન આર્ટ (એનજીએમએ)માં દિગ્ગજ અભિનેતા-નિર્દેશક અમોલ પાલેકરનાં ભાષણ પર વિવાદ પર બોલાત સિબ્બલે કહ્યું કે, કોઇ પર દેશદ્રોહનાં આરોપ લગાવાઇ રહ્યા છે. કોઇને બોલતા અટકાવાઇ રહ્યા છે. આ નવુ ભારત છે, દેશ બદલી રહ્યું છે. અચ્છે દિનનું વચન મોદીજીએ આપ્યું હતું.