રાજસ્થાન ગુર્જર આંદોલન, આગામી 3 દિવસમાં 37 ટ્રેન રદ્દ, રેલ્વેમાં મુસાફરી કરનાર ખાસ વાંચે

ગુર્જર આંદોલનની અસર પશ્ચિમ મધ્ય રેલવેની અમુક સેવાઓ પર પણ જોવા મળી, 2 જેટલી ટ્રેન રદ્દ કરાઇ છે જ્યારે અનેકના રૂટ ડાયવર્ટ કરાયા છે

રાજસ્થાન ગુર્જર આંદોલન, આગામી 3 દિવસમાં 37 ટ્રેન રદ્દ, રેલ્વેમાં મુસાફરી કરનાર ખાસ વાંચે

જયપુર : રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન ત્રીજા દિવસે પણ ચાલુ છે. રાજ્યમાં અનેક સ્થળો પર ગુર્જર સમુદાયનાં લોકો 5 ટકા અનામત માટે આંદોલન કરી રહ્યા છે. અનેક સ્થળો પર આગચંપીની ઘટનાઓ પણ થઇ છે. સવાઇ માધોપુરમાં તો ગુર્જર સમુદાયનાં લોકો પાટાઓ પર બેઠા છે. આ કારણે જયપુરનાં રસ્તે આવનારી તમામ ટ્રેનો પર ગંભીર અસર પડી રહી છે. આગામી 3 દિવસ માટે 37 ટ્રેન રદ્દ કરવાની જાહેરાત થઇ ચુકી છે. માત્ર રવિવારે 10 ફેબ્રુઆરીએ 18 ટ્રેન રદ્દ થઇ છે. 13નાં રસ્તાઓ બદલાઇ ગયા. 

11 ફેબ્રુઆરીએ 10 ટ્રેન રદ્દ રહેશે. બીજી તરફ 12 ફેબ્રુઆરીએ 12 ટ્રેનોને રદ્દ કરવાની જાહેરાત ઉત્તર રેલવેએ કરી છે. 13 ફેબ્રુઆરીની સૌથી વધારે 15 ટ્રેન રદ્દ રહેશે. સ્પષ્ટ છે કે એના કારણે જયપુર તરફ જનારા લોકોની પરેશાનીઓમાં વધારો થઇ શકે છે. રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલનની અસર રવિવારે પણ રેલ સેવાઓ પર પડી હતી. જેના કારણે 2 ટ્રેનને રદ્દ કરવામાં આવી અને 9 ટ્રેનનાં રૂટ બદલવામાં આવ્યા છે. 

ઉત્તર પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે, આંદોલનના કારણે ઉદયપુરથી હજરત નિજામુદ્દીન અને હજનિજામુદ્દીનથી ઉદયપુર વચ્ચે ચાલનારી રેલગાડીઓને રદ્દ કરી દેવામાં આવી છે. બીજી તરફ આ ખંડમાં સાત ટ્રેનોનાં રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને બે ટ્રેનોને આંશિક રીતે રદ્દ કરી દેવામાં આવી છે. 

ગુર્જર આંદોલનની અસર પશ્ચિમ મધ્ય રેલવેની કેટલીક સેવાઓ પર પણ જોવા મળી રહી છે. ત્યાંથી બે ટ્રેનોનાં રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુર્જર પાંચ ટકા અનામતની માંગ મુદ્દે શુક્રવારે સાંજે સવાઇમાધોપુરના મલારના ડુંગરમાં રેલ રોકો આંદોલન કરી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમે શનિવારે પણ ત્રણ સવારી ગાડીઓને રદ્દ કરી દીધી અને એક સવારી ગાડીના માર્ગમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news