જયપુર : રાફેલ ફાઇટર પ્લેન સોદામાં કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટીએ સોમવારે કહ્યું કે, તેમને આ સોદામાંથી વચેટિયાઓને ભગાવી દીધા છે. એટલા માટે કોંગ્રેસને પીડા થઇ રહી છે. ભાજપના અનુસાર આ મુદ્દે કોંગ્રેસનું અસત્ય દેશની સામે આવશે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે અહીં પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તથા તત્કાલીન સંપ્રક સરકાર આ મુદ્દે વાયુસેનાની ન સાંભળી એક દલાલ સંજય ભંડારી પણ સાંભળી રહ્યા હતા જે રોબર્ડ વાડ્રાના ખાસ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના મીડિયા સેંટરમાં મેઘવાલે કહ્યું કે, હું તેમ કહી રહ્યો છું કે મારી પાસે પુર્ણ માહિતી છે અને જવાબદારી સાથે કહી રહ્યો છું. તેમને (કોંગ્રેસને) પીડા ત્યારે થઇ જ્યારે સંજય ભંડારી દ્વારા સોદો ન થયો. અમે વચેટિયાઓને ભાગી દીધા. બે દશકની વચ્ચે સમજુતી કરી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ 2006થી માંડીને 2013 સુધી રાફેલ સોદાના મુદ્દાને ઉકેલી શકી નહોતી. તેમણે આરોપ લગાવ્યો કે વાયુસેના દ્વારા વારંવાર માંગ કરવામાં આવવા છતા તેની વાતને માનવામાં ન આવી. કારણ કે કોંગ્રેસ સંજય ભંડારીની સાંભળી રહ્યા હતા, જે વચ્ચે એક દલાલ હતો. જે રોબર્ટ વાડ્રાના ખાસ હતા. તેઓ તેના માધ્યમથી સોદો કરવા માંગતા હતા. 

મેઘવાલે દાવો કર્યો કે મોદી સરકારે રાફેલ ફાઇટર પ્લેનનો સોદો અપેક્ષાકૃત ઓછી કિંમતમાં કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સંપ્રગનાં એક કાર્યકાળમાં અપાયેલા દરોનો ઉલ્લેખ કરી રહ્યા ચે પરંતુ સંપ્રગ બે કાર્યકાળમાં 2012-13માં અપાયેલા ભાવની વાત નથી કરી રહી કેમ ? આ દરો અમારા દર કરતા પણ વધારે હતા. તેમણે કહ્યું કે, હાલ આ મુદ્દો સુપ્રીમમાં છે અને દેશની સામે આવસે કે કોંગ્રેસ અસત્ય બોલી રહી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે અગાઉ રાજસ્થાનમાં નકલી મતદાતાઓનાં મુદ્દે પણ કોંગ્રેસ નેતાઓની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવાઇ હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસને ખોટુ બોલવાની બિમારી છે.