નવી દિલ્હી : રાફેલ અંગે સુપ્રીમ કોર્ટે હાલનાં જ આદેશ અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) ને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હી ખાતેના ભાજપ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, અમે સારી પેઠે જાણીએ છીએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જજમેન્ટનો એક પેરેગ્રાફ પણ નહી વાંચ્યો હોય. પરંતુ રાહુલનું કહેવું છે કે કોર્ટે અરજી સ્વિકાર કરી લીધી છે માટે તેનો અર્થ થાય છે કે ચોકીદાર ચોર છે, તે કોર્ટની અવગણનાની શ્રેણીમાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતી બાદ જમાત એ ઇસ્લામીએ મુસ્લિમોને મહાગઠબંધનને જ મત આપવા અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકારને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, રાફેલ ડીલમાં ગુપ્ત દસ્તાવેજોની ખોટી રીતે લેવાયેલી ફોટોકોપીનાં આધારે પુનર્વિચાર અરજી અંગે સુનવણી થશે.તેનાથી ઉલટ મોદી સરકારે તેમ કહીને પુનર્વિચાર અરજીનો વિરોધ કર્યો હતો કે જે દસ્તાવેજોની અરજીના આધારે બનાવાઇ રહ્યું છે, તે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 123 અનુસાર પુરાવા માની શકાય નહી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રનાં આ વિરોધનો 14 માર્ચ સુધી સુરક્ષીત રાખી લીધો હતો, પરંતુ 10 એપ્રીલે કોર્ટે કહ્યું કે, આ દસ્તાવેજોને સુનવણીમાં સમાવેશ કરી શકે છે. 

અમેઠીમાં ઉમેદવારી પત્ર દાખલ ક્રયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ હવે સ્વિકારી લીધું છે કે રાફેલ ડીલમાં ગોટાળો થયો હતો. તેઓ વડાપ્રધાનને ભ્રષ્ટાચાર પર ચર્ચા કરવા માટે પડકારે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ સ્વિકાર્યું છે કે ચોકીદાર ચોર છે. રાહુલના આ પ્રહાર બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે.