નવી દિલ્હી : રાફેલ ડીલ અંગે સવાલ ઉઠાવનારી તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરાત કહ્યું કે, આ પ્રક્રિયામાં કોઇ જ ગોટાળો નથી. સાથે જ કોર્ટે તેની સીટ તપાસની માંગને પણ અયોગ્ય ગણાવીને ફગાવી દીધી હતી. કોર્ટે ભારતીય વાયુસેના માટે ફ્રાંસ સાથેની અબજો રૂપિયામાં થયેલા રાફેલ ફાઇટર જેટ ખરીદીની પ્રક્રિયાની તપાસ કોર્ટની નજર હેઠળ કરાવવાની માંગ કરતી અરજીની સુનવણી દરમિયાન આ વાત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ જોસેફની પીઠે આ ચુકાદો આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...


આ પ્રકારે કોર્ટે ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનોની ખરીદી મુદ્દે મોદી સરકારને ક્લીનચીટ આપી હતી. 
- રાફેલ સોદામાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર શંકા કરવાનું કોઇ જ કારણ નથી.
- ફાઇટર જેટની જરૂર છે અને દેશનાં એરફોર્સને ફાઇટર જેટ વગર ચાલી શકે તેમ નથી. 
- કોઇની ધારણાનાં આધારે ચુકાદો આપી શકે નહી
- રાફેલ સોદામાં કોઇ ગોટાળો કે અનિયમિતતા થઇ નથી.
- અમને ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનોની ખરીદીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનું કોઇ જ કારણ નજરે નથી ચડતું
- સપ્ટેમ્બર, 2016માં જ્યારે રાફેલ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, તે સમયે અનેક ખરીદીઓ પર સવાલ ઉઠ્યા હતા. 
- સુપ્રીમ કોર્ટે સ્વિકાર્યું કે, ભારતીય વાયુસેનામાં રાફેલની જેમ ચોથી અને પાંચમી પેઢીનાં ફાઇટર વિમાનોની તાતી જરૂર છે. 


આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...