દુશ્મનને ધ્રુજાવવા 29 જુલાઈએ આવશે રાફેલ, અંબાલા એરબેઝ પર તૈનાત થશે 5 વિમાન
29 જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને 20 ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના માટે 29 જુલાઈનો દિવસ ખાસ થવાનો છે. આ દિવસે ભારતને 5 રાફેલ લડાકૂ વિમાનની સપ્લાઈ મળી જશે. તે દિવસે અંબાલા એરફોર્સ સ્ટેશન પર તેને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. પરંતુ 29 જુલાઈએ હવામાન કેવું રહેશે તે જોવું મહત્વનું રહેશે. આ દિવસે હવામાનની ભૂમિકા મહત્વની રહેશે. ચોમાસુ હોવાને કારણે ઉત્તર ભારતમાં વરસાદ થઈ રહ્યો છે.
29 જુલાઈએ ભારત આવશે 5 રાફેલ
29 જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને 20 ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે.
એરફોર્સના અધિકારીઓએ લીધી ટ્રેનિંગ
ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે, ભારતીય વાયુસેનાના ઓફિસરોએ રાફેલની ટેકનિકલ બાબતોને સમજવા માટે તેની વ્યાપક તાલિમ લીધી છે. એરફોર્સના અધિકારીઓએ આ ફાઇટર વિમાનની ઉચ્ચ મારક ક્ષમતાનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે અને તે કામ કરવા માટે તૈયાર છે. વાયુસેના પ્રમાણે રાફેલ આવતા પ્રયાસ કરવામાં આવશે કે વિમાનને જલદીમાં જલદી ઓપરેશન લેવલ સુધી લાવવામાં આવે, એટલે કે આ વિમાનનો અલગ-અલગ ઉદ્દેશ્ય સાથે ઉપયોગ કરવામાં આવે.
આગામી 2 વર્ષમાં ભારતને મળશે 36 રાફેલ
મહત્વનું છે કે ભારતને ફ્રાન્સ પાસેથી આગામી બે વર્ષમાં બે સ્ક્રાડ્રનમાં 36 રાફેલ વિમાન મળવાના છે. એરફોર્સના સૂત્રો પ્રમાણે પ્રથમ સ્ક્વાડ્રન અંબાલા બેઝથી પશ્ચિમી કમાન માટે કામ કરશે તો બીજા સ્ક્રાડ્રનની તૈનાતી પશ્ચિમ બંગાળના હાશીમારા એરફોર્સ સ્ટેશનમાં કરવામાં આવશે, જેથી પૂર્વી છેડા પર ચીનના કોઈપણ ખતરાનો સામનો કરી શકાય.
ભારતની જરૂર પ્રમાણે કરવામાં આવ્યા ફેરફાર
રાફેલ લડાકૂ વિમાનમાં ભારતની જરૂરીયાત પ્રમાણે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેની ખાસિયતો પર એરફોર્સના અધિકારીઓને વિશેષરૂપથી તાલીમ આપવામાં આવી છે. તેમને ન માત્ર તેની ઓપરેશનલ જાણકારી આપવામાં આવી છે પરંતુ જાળવણી અને સમારકામ વિશે પણ જણાવવામાં આવ્યું છે.
59000 કરોડની ડીલ
મહત્વનું છે કે ભારત સરકારે 2016માં ફ્રાન્સ સરકાર પાસેથી 59000 કરોડની મોટી રકમના સોદામાં 36 રાફેલ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. તેને લઈને દેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. વિપક્ષે સરકાર પર આંતરરાષ્ટ્રીય બજારથી વધુ કિંમતો પર વિમાન ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube