નવી દિલ્હી: રફાલ લડાકૂ વિમાન સાથે સંકળયેલા વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. 15 ઓગસ્ટ પહેલાં રફાલે રાત્રે પરાક્રમ કરી બતાવ્યું છે. રફાલે ચીનની ઉંઘ હરામ કરી દીધી છે. રફાલે પરાક્રમ ભરેલી ઉડાન ભરી છે અને હિમાચલ પ્રદેશમાં રાત્રિના સ્માયે વિમાને યુદ્ધ અભ્યાસ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે રફાલે આ ઉડાન LAC થી અંતર બનાવી રાખીને ઉડાન ભરી છે. રાત્રે રફાલે આ અભ્યાસ ચીનને મોટો સંદેશ છે. સૌથી મોટી વાત એ છે કે દિવસ હોય કે રાત રફાલ દર વખતે એટેક કરવા માટે તૈયાર છે. 


તમને જણાવી દઇએ કે રફાલ વિમાન ભારત દ્વારા બે દાયકાથી વધુ સમયમાં લડાકૂ વિમાનોની પહેલી મોટી ખરીદી છે. આ વિમાનોને આવતાં પહેલાં યુદ્ધ ક્ષમતામાં મહત્વપૂર્ણ રીતે વધારો થશે. ભારતે 23 સપ્ટેમ્બર 2016ના રોજ ફ્રાંસીસી એરરોસ્પેસ કંપની ધસોલ્ટ એવિએશન પાસેથી 36 રાફેલ લડાકૂ વિમાન ખરીદવા માટે 59,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube