નવી દિલ્હી : રાફેલ સોદા સંબંધિત પુનર્વિચાર અરજી મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવુ સોગંદનામુ દાખલ કર્યું. આ સોગંદનામામાં સરકારે સુપ્રીમ કોર્ટને ખોટી માહિતી અપાઇ હોવાના અરજીકર્તાનાં આરોપનું ખંડન કર્યું છે. સરકારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં ડિસેમ્બરમાં અપાયેલા ચુકાદાએ સીએજી રિપોર્ટ આવ્યો હોવાની વાત ચુકાદામાં ભુલથી નોંધી હતી, તેના કારણે રાફેલ સોદાને મળેલી ક્લિનચીટને કોઇ જ ફરક નથી પડતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીનો 'શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યુ', જૂઓ ZEE News પર આજે રાત્રે 8 કલાકે

કેન્દ્ર સરકારે કહ્યું કે, સરકારની તરફથી કોઇ ખોટી માહિતી કોર્ટને અપાઇ નથી. અરજીકર્તા દ્વારા ખોટા આરોપો લગાવાઇ રહ્યા છે. કેગે રાફેલ ખરીદીના મુદ્દે વિસ્તૃત અહેવાલ સોંપ્યો છે. બીજી તરફ અરજીકર્તાનાં વકીલ પ્રશાંત ભુષણે પણ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે. ભુષણે આરોપ લગાવ્યો કે, સરકારે તથ્યો અને પ્રાસંગિત માહિતી સુપ્રી કોર્ટ સામે છુપાવી છે. ભુષણે સરકાર પર ગોટાળાનો આરોપ પણ લગાવ્યો હતો. 


VIDEO: લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે એક્ટિવ છે 'ગાલી ગેંગ'

અરજદાર દ્વારા દાખલ જવાબમાં જણાવાયું કે, સરકાર જે કેગ અહેવાલનો હવાલો ટાંકી રહી છે તેમાં અનેક પાસાઓને નજર અંદાજ કરવામાં આવ્યા છે. સીલબંધ કવરમાં અપાયેલ માહિતીમાં સરકારે સુપ્રીમ કોર્ટને ભરમાવવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટ સામે માહિતી છુપાવવામાં આવી છે. સરકાર સ્તર પર આ ડીલ મુદ્દે એક મોટો ગોટાળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે શુક્રવાર (10મે) ના દિવસે સુનવણી થશે.