નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે જયપુરમાં હતા અને અહીં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.  નોંધનીય છે કે રાહુલ ગાંધી જયપુરમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની પુર્વતૈયારી માટે પહોંચ્યા હતા. આ સમયે રાહુલે સ્ટેજ પર ચોંકાવનારી વર્તણુંક કરી  હતી. રાહુલ ગાંધી આ સમયે સ્ટેજ પર પીસીસી અધ્યક્ષ સચિન પાયલટને આંખ મારીને સૂચન આપ્યું હતું કે તેણે પક્ષના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને ગળે મળવું જોઈએ. નોંધનીય છે કે સંસદ ભવનમાં જ્યોર્તિરાદિત્ય સિંધિયાને આંખ મારવાને પગલે રાહુલ ગાંધી ભારે ટ્રોલ થયા હતા અને આમ છતાં ફરી તેમણે પોતાની વર્તણુંકનું પુનરાવર્તન કર્યું છે જે કેમેરામાં કેદ થઈને વાઇરલ બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું ભાષણ આપ્યા પછી પીએમ મોદીની સીટ પર જઈને તેમના ગળે મળ્યા હતા. આ પછી તેણે પોતાની જગ્યા પર આવીને જ્યોર્તિરાદિત્ય સિંધિયાને આંખ પણ મારી હતી. આ મામલા વિશે હજી પણ ચર્ચા ચાલુ છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ મામલે વડાપ્રધાન મોદીએ ત્યારે તો કંઈ નહોતું કહ્યું પણ બીજીવાર રાહુલને પરત બોલાવીને ગળે લગાવ્યો હતો. લોકસભા સ્પીકરે પણ આ ઘટનાને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.


વડાપ્રધાન મોદીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલની હરકતને બાળક જેવી હરકત ગણાવી છે. કોંગ્રેસની સહયોગી જેડીએસના કર્ણાટક અધ્યક્ષે પણ રાહુલ ગાંધીની આ હરકત વિશે આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને કહ્યું છે કે રાહુલની હરકત બાળકબુદ્ધિનું પ્રદર્શન હતું અને આમ છતાં પણ તમને નિર્ણય લેવામાં મુશ્કેલી થતી હોય તો તેમની આંખ મારવાની હરકત ચોક્કસ જોઈ લેજો. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...