નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું છે કે તેમણે પક્ષ સાથે લગ્ન કરી લીધા છે. તેમણે આ ટિપ્પણી સંપાદકો સાથે વાતચીત દરમિયાન કરી છે. હકીકતમાં તેમને લગ્નના આયોજન વિશે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે આ કમેન્ટ કરી છે. બે દિવસના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન રાહુલે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી 2019માં પ્રધાનમંત્રી નહીં બને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલે પુર્વાનુમાન લગાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 230 સીટ પણ નહીં જીતી શકે જેના કારણે તેઓ બીજીવાર વડાપ્રધાન બને એવી તો શક્યતા જ નથી. બીજેપી નેતૃત્વ ઉત્તરપ્રદેશ અને બિહારમાં બિનભાજપી દળો સાથે ગઠબંધન ન કરવાની પ્રારંભિક જાહેરાત કરી ચૂક્યું છે. જોકે, રાહુલ ગાંધીએ કોંગ્રેસ કે અન્ય બિનભાજપી દળ બહુમત મેળવો તો કોણ પ્રધાનમંત્રી બનશે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. 


આંધ્રપ્રદેશ વિશે સવાલ કરતા તેણે કહ્યું હતું કે પક્ષ અહીં પોતાની સ્થિતિમાં સુધારો કરી રહ્યો છે. રાહુલે દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે કમેન્ટ કરતા કહ્યું હતું કે દેશમાં લઘુમતિ પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે. આ સિવાય તેમણે ખેડૂતોની સમસ્યા અને બેરોજગારોની તકલીફ વિશે પણ મંતવ્ય વ્યક્ત કર્યા હતા. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...