ટ્રેક્ટર ચલાવી સભા સ્થળ પર પહોંચ્યા Rahul Gandhi, મોદી સરકાર પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ, ` કોરોનાના સમયમાં મજૂરોએ હાથ જોડીને નરેન્દ્ર મોદી પાસે રેલ, બસની ટિકિટ માંગી. મતલબ 100-200 રૂપિયા માંગ્યા. નરેન્દ્ર મોદી કહે છે કે હું એક રૂપિયા આપીશ નહીં.`
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રાજસ્થાનના નાગોરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, જો સંસદમાં ઉભા થઈને મેં ભૂલ કરી છે તો આ ભૂલ હું વારંવાર કરીશ. તેમણે કહ્યુ કે, અમારા 200 કિસાન શહીદ થઈ ગયા, પરંતુ સંસદમાં 2 મિનિટ માટે સાંસદ મૌનમાં ન ઉભા રહ્યા. તો મેં વિચાર્યુ કે હું 2 મિનિટ માટે પોતાના ભાષણ બાદ મૌન ઉભો રહુ, પરંતુ ન કોઈ મંત્રી ઉભા થયા અને ન ભાજપ સાંસદ. તેમણે દુનિયાની સામે કિસાનોનું અપમાન કર્યુ છે. રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા.
રાહુલ ગાંધી (Rahul Gandhi) જનસભા દરમિયાન પ્રધાનમંત્રી મોદી (narendra modi) વિરુદ્ધ આક્રમક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મોદી જી સંસદ ભવનમાં કિસાનોને આંદોલનજીવી કહે છે. તેમનું અપમાન કરે છે. તેમની મજાક ઉડાવે છે. મહત્વનું છે કે બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ કિસાન આંદોલન (kisan andolan) દરમિયાન જીવ ગુમાવનારા કિસાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગૃહમાં ઉભા થઈને બે મિનિટનું મૌન રાખ્યુ હતુ, જેનો ભાજપે વિરોધ કર્યો હતો.
Corona: ભારત સામે હારી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં 17 રાજ્યોમાં એકપણ મોત નહીં
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ, કોરોનાના સમયમાં મજૂરોએ હાથ જોડીને નરેન્દ્ર મોદી પાસે રેલ, બસની ટિકિટ માંગી. મતલબ 100-200 રૂપિયા માંગ્યા. નરેન્દ્ર મોદી કહે છે કે હું એક રૂપિયા આપીશ નહીં, પરંતુ તે સમયે મોદીએ 1,50,000 કરોડ રૂપિયાના હિન્દુસ્તાનના સૌથી ધનવાન લોકોનું દેવુ માફ કર્યુ. તેમણે કહ્યું કે, માત્ર 2-3 ઉદ્યોગપતિઓ માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube