રાહુલ ગાંધી પાસે પોતાની કાર જ નથી, માથે છે લાખો રૂપિયાનું દેવું, જાણો આવકના સ્ત્રોત
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપત્તિ 15.88 કરોડ રૂપિયાથી વધુ છે. આ જાણકારી તેમણે ગુરુવારે વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ત્યારે આપેલા સોગંદનામામાં દર્શાવી છે.
વાયનાડ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપત્તિ 15.88 કરોડ રૂપિયાથી વધુ છે. આ જાણકારી તેમણે ગુરુવારે વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ત્યારે આપેલા સોગંદનામામાં દર્શાવી છે. 2014ની ચૂંટણી દરમિયાન તેમણે કુલ સંપત્તિ 9.4 કરોડ રૂપિયા જાહેર કરી હતી.
સોંગદનામા મુજબ રાહુલ ગાંધી પાસે પોતાની કાર નથી અને અલગ અલગ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓનું તેમના માથે 72 લાખનું દેવું છે. રાહુલ ગાંધી પાસે ચલ સંપત્તિ 5,80,58,799 રૂપિયા છે. કુલ સંપત્તિ 15,88,77,083 રૂપિયા છે. કોંગ્રેસ અધ્યક્ષ અમેઠી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યાં છે.
ચૂંટણી બાદ તપાસ હાથ ધરાશે, 'ચોકીદાર' જેલમાં જશે: રાહુલ ગાંધી
રાહુલ સામે પાંચ કેસ પેન્ડિંગ છે
રાહુલે દર્શાવ્યું છે કે તેમની સામે પાંચ કેસ પેન્ડિંગ છે. સોગંદનામા મુજબ તેમના વિરુદ્ધ બે કેસ મહારાષ્ટ્રમાં, એક-એક ઝારખંડ અને અસમ તથા નવી દિલ્હીમાં પેન્ડિંગ છે.
કોંગ્રેસ પ્રમુખ પાસે 40,000 રૂપિયા કેશ છે, અલગ અલગ બેંકોમાં તેમના 17.93 લાખ રૂપિયા જમા છે. રાહુલે 5.19 કરોડ રૂપિયા અલગ અલગ કંપનીઓમાં બોન્ડ, ડિબેન્ચર અને શેરોમાં રોકાણ કર્યા છે. તેમની પાસે 333.3 ગ્રામ સોનું પણ છે.
5 થી 9 એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની મદદથી મોટો આતંકી હુમલો કરી શકે છે જૈશ
રાહુલ ગાંધી પાસે ગુરુગ્રામમાં બે ઓફિસ છે
દિલ્હીના સુલ્તાનપુર ગામમાં તેમની પાસે પૈતૃક ખેતી છે. સોંગંદનામામાં દર્શાવ્યા મુજબ ગાંધી પાસે ગુરુગ્રામમાં બે ઓફિસ છે. નાણાકીય વર્, 2017-18માં તેમની કુલ આવક એક કરોડ 11 લાખ 85 હજાર 570 રૂપિયા હતી.
રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે તેમની આવકનો સ્ત્રોત સાંસદ તરીકેનો પગાર, રોયલ્ટી આવક, ભાડાની આવક, બોન્ડનું વ્યાજ, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડથી મળતી રકમ છે.
કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે તેમણે 1995માં કેંબ્રિજ યુનિવર્સિટીની ટ્રિનીટી કોલેજથી એમ ફીલ (ડેવલપમેન્ટ સ્ટડીઝ) કર્યું છે. સોગંદનામા મુજબ રાહુલ ગાંધી પાસે કાર નથી અને એસપીજી સુરક્ષા પ્રાપ્ત થયેલી હોવાના કારણે તેમણે એસપીજીના વાહનમાં ફરવું પડે છે.
જુઓ LIVE TV