મોગા: કૃષિ કાયદાનો વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં પંજાબના મોગામાં કોંગ્રેસે (Congress)  ખેતી બચાવો યાત્રા કાઢી. મોગાની રેલીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ હાથરસ કેસનો મુદ્દો ઉઠાવતા યોગી સરકાર પર આક્રમક પ્રહારો કર્યા. આ ઉપરાંત નવા કૃષિ કાયદા (farm Law) મુદ્દે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે "યુપીમાં સ્થિતિ એટલી ખરાબ છે કે જે પરિવારની પુત્રી મૃત્યુ પામી તેને જ સીએમ અને ડીએમ ધમકી આપે છે. તેમણે કહ્યું કે હું યુપી ગયો હતો જ્યાં એક પુત્રીને મારી નાખવામાં આવી. હત્યારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. જે પરિવારની પુત્રી મૃત્યુ પામી તેમને જ ઘરમાં કેદ કરી દેવાયા. ડીએમ અને સીએમએ ધમકી આપી. ભારતમાં આ સ્થિતિ છે. અપરાધીઓને તો કશું ન થયું પરંતુ વિક્ટિમ સામે પગલા લેવાયા."


કોરોનાકાળમાં કાયદો લાગુ કરવાની શું જરૂર
રાહુલ ગાંધીએ કૃષિ કાયદા મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કોવિડ-19 મહામારીમાં આ કાયદાને લાગુ કરવાની શું જરૂર હતી? એટલી શું ઉતાવળ હતી? જો તમારે આ લાગુ કરવા જ હતાં તો લોકસભા-રાજ્યસભામાં પહેલા ચર્ચા કરવી જોઈતી હતી. પીએમ મોદીનું કહેવું છે કે ખેડૂતો માટે કાયદો લાગુ થયો છે. જો આમ જ હતું તો તેના પર સદનમાં ખુલ્લી ચર્ચા કેમ ન થઈ?


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube