કૃષિ કાયદાની વાત કરી લોકસભામાં બોલ્યા Rahul Gandhi- `અમે બે, અમારા બે`ની સરકાર
રાહુલ ગાંધીએ એક લાઇન ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તો લોકસભામાં જ્યારે બોલવા માટે ઉભા થયા તો કહ્યુ કે, નવા કૃષિ કાયદાથી કિસાનોના ખેતર જતા રહેશે, દુકાનદારોની દુકાન બંધ થઈ જશે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુરૂવારે લોકસભા (Loksabha) માં એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે, પરિવાર નિયોજન માટે પહેલા એક નારો હતો 'હમ દો હમારે દો.' જેમ હવે કોરોના અલગ રૂપમાં આવ્યો છે, તે રીતે આ નારો પણ બીજા રૂપમાં આવી ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, દેશને ચાર લોકો ચલાવી રહ્યા છે- હમ દો હમારે દો. દરેક વ્યક્તિ તેનું નામ જાણે છે. હમ દો, હમારે દો આ કોની સરકાર છે.
રાહુલે આગળ કહ્યુ કે, હમ દો હમારે દો.... તે તમને યાદ હશે, તે ફોટો હતો ચાર. ક્યૂટ ચહેરા, સુંદર ચહેરા, મોટા-મોટા ચહેરા. તેના પર ગૃહમાં હંગામો થયો હતો.
ભારતના જીતની તસવીરો, જુઓ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી પાછળ હટી રહ્યાં છે ચીનના ટેન્ક
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ (rahul gandhi) કહ્યુ કે, કાલે ગૃહને સંબોધિત કરતા પીએમ મોદીએ (narendra modi) કહ્યુ હતુ કે વિપક્ષ આંદોલનની વાત કરી રહ્યો છે પરંતુ કૃષિ કાયદાની વિષય-વસ્તુ અને ઇરાદા વિશે વાત કરી રહ્યાં નથી. મને લાગ્યું કે, મારે આજે તેમને ખુસ કરવા જોઈએ અને કાયદાની સામગ્રી અને ઇરાદા પર વાત કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube