ભાજપનો ચૂંટણી ઢંઢેરો અહંકાર ભર્યો, એક બંધ રૂમમાં બેસીને કરાયો તૈયાર: રાહુલ ગાંધી
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માટે જાહેર કરવામાં આવેલા ભાજપના સંકલ્પ પત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માટે જાહેર કરવામાં આવેલા ભાજપના સંકલ્પ પત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે ભાજપના ચૂંટણી ઢંઢેરાને એક વ્યક્તિની અવાજ ગણવાતા દાવો કર્યો છે કે, તેને બંધ રૂમમાં તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં દૂરદર્શિતાનો અભાવ છે. તેમણે એવો દાવો કર્યો છે કે, તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો લાંબા વિચાર-વિમર્શ બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં જનતાનો અવાજ સામેલ છે. ગાંધીએ ટ્વિટ કર્યું છે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિચાર-વિમર્શના માધ્યમથી તૈયાર થયો છે. તેમાં 10 લાખથી વધારે ભારતીય નાગરીકોનો અવાજ સામેલ છે. આ સમજદારી ભર્યું અને પ્રભાવશાળી દસ્તાવેજ છે.
વધુમાં વાંચો: અધિકારીઓને એવું કંઇ નથી મળ્યું જે તેઓ જપ્ત કરી શકે: OSD પ્રવિણ કક્કડ
તેમણે દાવો કર્યો, ભાજપનો ચૂંટણી ઢંઢેરો બંધ રૂમમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં એક અલગ થલગ પડેલા વ્યક્તિનો અવાજ છે. આ અદૂરદર્શી અને અહંકાર ભર્યો છે.
રાહુલ ગાંદી ચૌથી વખત અમેઠીથી ઉમેદવારી પત્ર ભરશે. તેઓ છેલ્લા 15 વર્ષથી લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ વખતે રાહુલ ગાંધીની સામે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઇરાની ચૂંટણી લડશે. સ્મૃતિ ઇરાની 2014માં પણ અહીંથી મેદાનમાં આવી હતી અને લગભગ 1 લાખ 7 હજાર મતોના અંતરથી ચૂંટણી હારી ગઇ હતી.