રાહુલ ગાંધીએ વીર સાવરકર પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન, નારાજ પરિવારે નોંધાવી ફરિયાદ
રાહુલ ગાંધી પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપીને રાહુલે પોતાના માટે મોટી સમસ્યા સર્જી છે.
નવી દિલ્હી: રાહુલ ગાંધી પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપીને રાહુલે પોતાના માટે મોટી સમસ્યા સર્જી છે. છત્તીસગઢમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે વીર સાવરકરે જેલમાંથી છૂટવા માટે અંગ્રેજો પાસે માફી માંગી લીધી હતી. રાહુલના આ નિવેદન બાદ સાવરકરના પરિવારની નારાજગી જોવા મળી રહી છે અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ANI સાથે વાતચીત કરતા સાવરકરના પરિવારના આર સાવરકરે કહ્યું કે સાવરકરજીએ 27 વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં અને રાહુલ ગાંધી તેમના વિશે જૂઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે. મેં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવવાનું કે મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદ નોંધી છે.
આ બે રાજ્યોમાં આજે 'ગાઝા' મચાવી શકે છે ભારે તબાહી, ભારતીય નેવી એલર્ટ
રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજોને પત્ર લખ્યો હતો કે તેઓ અંગ્રેજો માટે કઈ પણ કરશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સાવરકરે બ્રિટિશ શાસનને લખેલા પત્રમાં કહ્યું હતું કે હું કોઈ પણ પ્રકારની રાજનીતિક ગતિવિધિઓમાં સામેલ નહીં થઉં. મને જેલમાંથી મુક્ત કરી દો. રાહુલે દાવો કર્યો હતો કે વીર સાવરકરે કથિત રીતે જ્યારે પત્ર લખ્યો હતો ત્યારે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, બી આર આંબેડકર અને સરદાર પટેલ ભારતની સ્વતંત્રતા માટે લડત લડી રહ્યાં હતાં.